દુબઈથી પેન્ટના ગજવામાં સોનું સંતાડી લાવેલો ભરૂચનો યુવક અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો, ₹88.97 લાખના ગોલ્ડ બિસ્કિટ જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Airport Gold Smuggling: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ(SVPI) એરપોર્ટ પર શુક્રવારે(9 ઓક્ટોબર) અમદાવાદ કસ્ટમ્સના અધિકારીઓએ ભરૂચના 43 વર્ષીય શખસની અટકાયત કરી હતી. આ શખસ પોતાના પેન્ટના ગજવામાં છુપાવીને રૂ.88.97 લાખની કિંમતના વિદેશી માર્કિંગ ધરાવતા સોનાના પાંચ બિસ્કિટ લઈ જતો હોવાનું સામે આવ્યું હતું.
દુબઈથી પેન્ટના ગજવામાં સોનું સંતાડી લાવેલો ભરૂચનો યુવક એરપોર્ટ પર ઝડપાયો
અમદાવાદ કસ્ટમ્સના જણાવ્યા અનુસાર, પેસેન્જર પ્રોફાઈલિંગ દ્વારા મળેલી બાતમીના આધારે એર ઈન્ટેલિજન્સ યુનિટ(AIU)ના અધિકારીઓએ દુબઈથી આવેલી ફ્લાઈટના મુસાફરને અટકાવ્યો હતો.
₹88.97 લાખના 5 ગોલ્ડ બિસ્કિટ જપ્ત
તપાસ દરમિયાન અધિકારીઓએ મુસાફરના પેન્ટના ગજવામાંથી સંતાડેલા 24 કેરેટ ગોલ્ડ ધરાવતા વિદેશી સોનાના પાંચ બિસ્કિટ ઝડપાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બિસ્કિટનું કુલ વજન 582.7 ગ્રામ હતું અને તેની બજાર કિંમત રૂ.88.97 લાખ થાય છે.
સમગ્ર મામલે કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ સોનાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. સોનાની ગેરકાયદે આયાતના પ્રયાસ પાછળના સંજોગો તપાસવા તેમજ આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




