Ahmedabad

અમદાવાદ: વસ્ત્રાલમાં SP રિંગ રોડ પર અદાણી સર્કલ નજીક મોટો ભૂવો પડ્યો, ટ્રાફિક ડાયવર્ટ કરાયો

By GS Team
5 Oct 20261 min read
TukuTouch Logo
અમદાવાદના SP રિંગ રોડ પર રામોલ-વસ્ત્રાલને જોડતા માર્ગે અદાણી સર્કલ પાસે મોટો ભૂવો પડ્યો છે. આ અચાનક પડેલા ભૂવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, અને ટ્રાફિક જામ સર્જાયો. AUDA અને ટ્રાફિક પોલીસે તાત્કાલિક બેરિકેડિંગ કરી ટ્રાફિક ડાયવર્ઝન આપ્યું છે. રસ્તાઓની જાળવણી સામે સવાલો ઉઠતા તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: વસ્ત્રાલમાં SP રિંગ રોડ પર અદાણી સર્કલ નજીક મોટો ભૂવો પડ્યો, ટ્રાફિક ડાયવર્ટ કરાયો

Large pothole SP Ring Road Ahmedabad: અમદાવાદના રામોલ અને વસ્ત્રાલને જોડતા 200 ફૂટ સરદાર પટેલ (SP) રિંગ રોડ પર અદાણી સર્કલ નજીક એક મોટો ભૂવો પડતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતી. આ મુખ્ય માર્ગ પર અચાનક ભૂવો પડી જતાં માર્ગ સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે તેમજ વાહન વ્યવહાર ખોરવાતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

અકસ્માત અટકાવવા બેરિકેડિંગ કરાયું

ભૂવો પડવાની ઘટના બાદ સંભવિત અકસ્માતો રોકવા અને વાહનચાલકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ભૂવાની આસપાસ બેરિકેડ્સ ગોઠવી દેવાયા છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) અને સ્થાનિક ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ નજીક ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી વાહનોને વૈકલ્પિક રસ્તે વાળવામાં આવી રહ્યા છે.

રામોલ અને વસ્ત્રાલ તરફ જતાં આ માર્ગ પર દિવસભર, ખાસ કરીને સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન વાહનોની ભારે અવરજવર રહે છે. ડાયવર્ઝનના કારણે આ રૂટ પરથી પસાર થતાં દૈનિક મુસાફરો અને વાહનચાલકોની હાલાકીમાં વધારો થયો છે.

તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. SP રિંગ રોડ જેવા વ્યસ્ત માર્ગ પર વધુ એક મોટો ભૂવો પડતાં સ્થાનિકો દ્વારા ઔડા અને સ્થાનિક તંત્રની રસ્તાની જાળવણી તેમ જ કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.