Ahmedabad

અમદાવાદ: નાના વેપારીઓને ચિલ્લરમાં 5 અને 10 રૂપિયાના સિક્કા આપવાનો ભરોસો આપી મોટી રકમ પડાવતો ઠગ પકડાયો

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લા ધારકોને 5 અને 10 રૂપિયાના સિક્કાનું ચિલ્લર લાવી આપવાની લાલચ આપી ઠગાઈ કરનાર શખસને રામોલ પોલીસે વસ્ત્રાલ તનમન ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો છે. મૂળ પાટણના 33 વર્ષીય વાલા ઉર્ફે વિરાજ રબારીએ નિકોલ અને ઓઢવ વિસ્તારમાં 7થી વધુ વેપારીઓ સાથે 4.60 લાખથી વધુની ઠગાઈ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: નાના વેપારીઓને ચિલ્લરમાં 5 અને 10 રૂપિયાના સિક્કા આપવાનો ભરોસો આપી મોટી રકમ પડાવતો ઠગ પકડાયો

Ahmedabad News: અમદાવાદમાં રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લા ધારકોને 5 રૂપિયા અને 10 રૂપિયાના સિક્કાનું ચિલ્લર લાવી આપવાની લાલચ આપી રોકડ પડાવી છેતરપિંડી આચરતા એક શખસને રામોલ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે છેલ્લા બે વર્ષ દરમિયાન શહેરના નિકોલ અને ઓઢવ વિસ્તારમાં સાતથી વધુ વેપારીઓ સાથે કુલ 4.60 લાખ રૂપિયાથી પણ વધુની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે.

વસ્ત્રાલ તનમન ચાર રસ્તા પાસેથી આરોપી ઝડપાયો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સિક્કાનું જિલ્લા લાવી આપવાનું કહીને સાતથી વધુ વેપારી સાથે ઠગાઈ કરનાર આરોપી વાલા વસ્ત્રાલ તનમન ચાર રસ્તા પાસે હોવાની માહિતીના આધારે રામોલ પોલીસે દરોડો પાડી તેને પકડી લીધો હતો. મૂળ પાટણના શંખેશ્વર તાલુકાના કુવર ગામના 33 વર્ષીય વાલા ઉર્ફે વિરાજ રબારી હોવાનું જણાવ્યું હતું. તેની પાસે કોઈ કામધંધો ન હોવાથી તે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રેસ્ટોરન્ટ અને નાસ્તાના ગલ્લા ચલાવતા વેપારીઓને ટાર્ગેટ કરતો હતો. વેપારીઓને રોજિંદા કામકાજ માટે ચિલ્લરની જરૂરિયાત રહેતી હોવાથી તે વેપારીઓનો વિશ્વાસ જીતી 5 રૂપિયા અને 10 રૂપિયાના સિક્કા લાવી આપવાનું કહી તેની પાસેથી મોટી રકમ મેળવી લેતો હતો. રોકડ રકમ મળ્યા બાદ તે ચિલ્લર આપ્યા વિના જ ત્યાંથી ફરાર થઈ જતો હોવાનું જણાવ્યું હતું.

અત્યાર સુધી આરોપીએ 7 વેપારીને ટાર્ગેટ કરી છેતરપિંડી કરી હતી. જેમાં કુલ 4.60 લાખ રૂપિયાથી પણ વધુની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે.

નાના વેપારીઓની ચિલ્લરની લાચારીનો ગેરફાયદો ઉઠાવતો હતો

આરોપી વાલા રબારી ખાસ કરીને એવા વિસ્તારો પસંદ કરતો જ્યાં ખાણીપીણી, હોટેલ કે ફરસાણની દુકાનો વધારે હોય. આવા વેપારીઓને રોકડ વ્યવહારમાં સતત નાના સિક્કાઓની જરૂર પડતી હોય છે. આરોપી પોતાને કોઈ ઓળખીતા કે બૅંક/વેપારી પાસેથી મોટો જથ્થો ચિલ્લર અપાવી શકશે તેવો ઢોંગ કરી વેપારીઓ પાસેથી 15 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની રકમ પડાવી લેતો હતો.