Ahmedabad

અમદાવાદ: સનાથલ રેલવે બ્રિજ નજીક બેદરકારીપૂર્વક કન્ટેનર પાર્ક કરતાં અકસ્માતમાં 2 મિત્રોના મોત, ચાલકની ધરપકડ

By GS Team
15 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સનાથલ રેલવે બ્રિજ પાસે 13 ઓક્ટોબરની રાત્રે બેદરકારીથી પાર્ક કરેલા કન્ટેનર ટ્રક પાછળ મોટરસાયકલ અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 24 વર્ષીય હર્ષદકુમાર અને 20 વર્ષીય શનિ રાવળ નામના બે યુવાનોનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે બેજવાબદાર ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સનાથલ રેલવે બ્રિજ નજીક બેદરકારીપૂર્વક કન્ટેનર પાર્ક કરતાં અકસ્માતમાં 2 મિત્રોના મોત, ચાલકની ધરપકડ

Sanathal Container Truck And Bike Accident: અમદાવાદના સનાથલ રેલવે બ્રિજ નજીક ગત 13 ઓક્ટોબરની રાત્રે 9:15 વાગ્યે એક કન્ટેનર ટ્રક ચાલકની બેદરકારીના કારણે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રોડ પર કોઈપણ પ્રકારની સેફ્ટી લાઈટ કે રિફ્લેક્ટર વગર જોખમી રીતે પાર્ક કરવામાં આવેલા કન્ટેનર પાછળ મોટરસાયકલ ધડાકાભેર અથડાતા બે યુવકોનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. આ ઘટના અંગે મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે બેજવાબદાર ટ્રક ચાલકની ધરપકડ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

સનાથલ રેલવે બ્રિજ નજીક બેદરકારીપૂર્વક કન્ટેનર પાર્ક કરતાં અકસ્માતમાં 2 મિત્રોના મોત

પોલીસ ફરિયાદ અનુસાર, ઘટનાના દિવસે હર્ષદકુમાર ઉર્ફે રવિ(ઉં.વ.24) તેના મિત્ર શનિ બળદેવભાઈ રાવળ(ઉં.વ.20) સાથે મોટરસાયકલની પાછળ બેસીને સનાથલથી ઉજાલા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સનાથલ રેલવે બ્રિજ ઉતરતા પોલારિસ શોરૂમ પાસે જાહેર રોડ પર એક કન્ટેનર ટ્રક સેફ્ટી, પાર્કિંગ લાઈટ કે રેડિયમ રિફ્લેક્ટર વગર અત્યંત બેદરકારીપૂર્વક પાર્ક કરવામાં આવી હતી. કોઈ નિશાની કે લાઈટ ન હોવાના કારણે તેમનું મોટરસાયકલ આ કન્ટેનર ટ્રકની પાછળ જોરથી અથડાયું હતું.

કન્ટેનર ચાલકની ધરપકડ

આ અકસ્માતમાં હર્ષદકુમાર અને શનિ બંનેને માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને મોટરસાયકલને મોટું નુકસાન થયું હતું. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં ડૉક્ટરે બંને યુવાનોને સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે મૃતક હર્ષદકુમારના નાના ભાઈ નિશ્લેષકુમારે બેદરકારીથી ટ્રક પાર્ક કરનાર કન્ટેનર ટ્રકના ચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરવા માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.