Ahmedabad

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી ₹15 લાખના હીરા ભરેલું પાર્સલ ચોરાયું, આંગડિયા પેઢીના કર્મચારીનું ખિસ્સું કાપી ચોર ફરાર!

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી મુંબઈ લઈ જવાઈ રહેલા આશરે 15 લાખના હીરા ભરેલા પાર્સલની ચોરી થઈ છે. 55 વર્ષીય આંગડિયા કર્મચારી ગુજરાત મેલમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમના પેન્ટનું ખિસ્સું કપાયેલું મળ્યું અને પાર્સલ ગાયબ હતું. GRP અને RPFની ટીમો CCTV ફૂટેજ તપાસી રહી છે, પરંતુ હજુ કોઈ શંકાસ્પદ દેખાયું નથી. તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી ₹15 લાખના હીરા ભરેલું પાર્સલ ચોરાયું, આંગડિયા પેઢીના કર્મચારીનું ખિસ્સું કાપી ચોર ફરાર!

Ahmedabad Diamond Theft: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી મુંબઈ લઈ જવાઈ રહેલા અંદાજે 15 લાખ રૂપિયાના હીરા (ડાયમંડ) ભરેલા પાર્સલની ચોરી થયાની ફરિયાદને પગલે GRP અને RPFએ તપાસ શરૂ કરી છે. ગુજરાત મેલમાં મુંબઈ જવા આવેલા એક 55 વર્ષીય આંગડિયાના કર્મચારીએ ટ્રેનમાં સામાન મૂકતી વખતે તેની પેન્ટની આગળની જેબ કપાયેલી હોવાનું અને જેબમાં રાખેલું પાર્સલ ગાયબ હોવાનું જણાવ્યું હતું. પાર્સલમાં પાલનપુરની પાર્ટીના આશરે 15 લાખના હીરા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

કર્મચારી રતનપોળમાં આવેલી આંગડિયા પેઢીમાં કામ કરે છે અને હીરાનો પાર્સલ મુંબઈ પહોંચાડવાનું હતું. પાર્સલનો આશરે 15 લાખ રૂપિયાનો વીમો પણ કરાવવામાં આવ્યો હતો. ગુજરાત મેલના S-4 કોચમાં સીટ નં. 25થી 28માં મુસાફરી કરી રહ્યો હતો.'

સ્ટેશનના CCTVમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ નહીં

આંગડિયાના કર્મચારીએ એકલો નહોતો, પરંતુ અન્ય સાથીઓ સાથે કંપનીની ગાડીમાં અમદાવાદ રેલવે સ્ટેશન આવ્યો હતો. સર્ક્યુલેટિંગ એરિયાથી એસ્કેલેટર અને FOB મારફતે પ્લેટફોર્મ નં.7 સુધી પહોંચ્યા ત્યાં સુધીના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી છે. અત્યાર સુધીના ફૂટેજમાં આંગડિયાના કર્મચારી અને તેના સાથીઓની આસપાસ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે અસામાન્ય હિલચાલ જોવા મળી નથી. ટ્રેન પ્લેટફોર્મ નં.7 પર આવ્યા બાદ તમામ લોકો પોતાના કોચમાં ચઢ્યા હતા. સામાન મૂકતી વખતે પેન્ટની આગળની ખિસ્સું કપાયેલું અને હીરાનું પેકેટ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.

RPF- GRPની બે ટીમો તપાસમાં જોડાઈ

ઘટનાની ગંભીરતાને પગલે અમદાવાદ GRP, LCB સહિત અન્ય ટીમો ની સાથે RPFની ટીમ પણ તપાસ કરી રહી છે. ફરિયાદી તથા તેની સાથેના સાથીઓને પૂછપરછ અને જરૂરી ચકાસણી માટે બોલાવવામાં આવ્યા છે. હીરા ખરેખર ટ્રેનમાં ચઢતા પહેલાં ચોરાયા કે ટ્રેનમાં ચઢ્યા બાદ, તે સ્પષ્ટ થયું નથી. ઉપલબ્ધ CCTV ફૂટેજ તેમજ અન્ય માધ્યમોની મદદથી પોલીસ દ્વારા હીરા પાર્સલની રિકવરી તથા સંભવિત આરોપીની ઓળખ માટે તપાસ ચાલુ છે.