Ahmedabad

અમદાવાદમાં છરી બતાવી મુસાફરને લૂંટતી ‘છૂટા હાથ’ ગેંગના 3 સાગરીતો ઝડપાયા, વેપારીને રિક્ષામાં બેસાડી રૂ.50 હજાર લૂંટ્યા હતા

By GS Team
5 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ પોલીસે 4 મહિના જૂની રિક્ષા લૂંટનો ભેદ ઉકેલી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. રામોલના રાજેન્દ્રપાર્ક પાસેથી ભંગારના વેપારીને રિક્ષામાં બેસાડી છરીની અણીએ રૂ.50 હજાર લૂંટ્યા હતા. પોલીસે સીટીએમ ચાર રસ્તા પાસેથી વટવાના 3 આરોપીઓને દબોચી, રોકડ અને રિક્ષા સહિત રૂ.1.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતના 2 વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં છરી બતાવી મુસાફરને લૂંટતી ‘છૂટા હાથ’ ગેંગના 3 સાગરીતો ઝડપાયા, વેપારીને રિક્ષામાં બેસાડી રૂ.50 હજાર લૂંટ્યા હતા

Ahmedabad Rickshaw Gang : અમદાવાદ શહેરના રામોલ રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા પાસેથી ભંગારના વેપારીને ઓટોરિક્ષામાં બેસાડી છરીની અણીએ રૂ.50 હજારની લૂંટ ચલાવવાના 4 મહિના જૂના ગુનામાં પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે. સીટીએમ ચાર રસ્તા પાસેથી વટવા ચાર માળિયાના 3 આરોપીઓને લૂંટના રોકડા તથા ગુનામાં વપરાયેલી સીએનજી રિક્ષા મળી કુલ રૂ.1.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા સુરતના 2 વોન્ટેડ આરોપીઓની ધરપકડ માટે પોલીસે તપાસ તેજ કરી છે. આરોપીઓ 4 મહિના પછી બીજા શિકારની શોધમાં નીકળ્યા અને પકડાયા હોવાનું સામે આવ્યું હતું.

રિક્ષામાં બેસાડી છરી બતાવી વેપારીને લૂંટ્યો

મળતી માહિતી પ્રમાણે, ​બાપુનગર સુંદરમનગર પાસે રહેતા અને ભંગારનો વેપાર કરતા વેપારી ગત 3 જુલાઈ 2026ના રોજ સવારે સવા છ વાગ્યાની આસપાસ વડોદરા જવા રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા પાસે રિક્ષાની રાહ જોતા હતા. તે વખતે એક સીએનજી રિક્ષા આવતાં ચાલકે રૂ.15 ભાડું નક્કી કરી તેમને પાછળ બેસાડ્યા હતા. રિક્ષા થોડે આગળ જતાં સ્વાસ્તિક ઇલેક્ટ્રોનિક્સ પાસેથી વધુ એક મુસાફરને બેસાડ્યો હતો. ત્યારબાદ રિક્ષાચાલક અને પાછળ બેઠેલા શખ્સોએ વેપારી પાસે રહેલી રોકડ માગી હતી. વેપારીએ ઇનકાર કરતાં બે શખ્સોએ તેમના હાથ પકડી રાખ્યા હતા અને અન્ય શખ્સે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ખિસ્સામાંથી વેપાર અર્થે રાખેલા રોકડા રૂ.50 હજાર લૂંટી લીધા હતા.

‘છૂટા હાથ’ ગેંગના 3 સાગરીતો ઝડપાયા, 2 વોન્ટેડ જાહેર

ત્યારબાદ આરોપીઓ વેપારીને હરભોળાનાથ સોસાયટી પાસે ઉતારી નાસી છૂટ્યા હતા. ભોગ બનનાર ગભરાઈ ગયા હોવાથી અને બહારગામ જવાનું હોવાથી તે વખતે ફરિયાદ નોંધાવી નહોતી. જોકે હવે પોલીસે બાતમીના આધારે સીટીએમ ચાર રસ્તા પાસેથી લૂંટમાં સંડોવાયેલ 3 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓની અંગજડતીમાંથી રોકડા અને ગુનામાં વપરાયેલી રિક્ષા મળી કુલ રૂ. 1.19 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓએ સુરતના ડીંડોલી ખાતે રહેતા શખ્સો સાથે મળીને ૩ જુલાઈએ આ લૂંટ કરી હતી.