Ahmedabad

અમદાવાદમાં વિકૃત પ્રેમીના જાળમાં ફસાઈ 19 વર્ષીય વિદ્યાર્થીની, પોલીસ પણ મામલો જાણી ચોંકી

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ઘુમામાં 19 વર્ષીય કોલેજ છાત્રા સાથે વિકૃત કૃત્યનો કિસ્સો સામે આવ્યો છે. સેટેલાઇટના કર્તવ્ય મણિયારે 2 ઓગસ્ટે યુવતીનો ઇન્સ્ટાગ્રામ પાસવર્ડ મેળવી, ન્યૂડ વીડિયો રેકોર્ડ કર્યો હતો. તેણે બ્લેકમેલ કરી યુવતીના પગ પર કાતર વડે પોતાનું નામ કોતરાવ્યું અને ₹4000 પડાવ્યા. આટલું જ નહીં, આરોપીએ યુવતીના ઇન્સ્ટાગ્રામ પર બિભત્સ ફોટો પણ મુક્યો. આખરે, પીડિતાએ બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં વિકૃત પ્રેમીના જાળમાં ફસાઈ 19 વર્ષીય વિદ્યાર્થીની, પોલીસ પણ મામલો જાણી ચોંકી

Ahmedabad Crime News : ઘુમામાં રહેતી અને ખાનગી યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થીની સાથે તેના જ પ્રેમીએ વિકૃત કૃત્ય કર્યાની ઘટના સામે આવી છે. સેટેલાઇટ વિસ્તારમાં રહેતા કર્તવ્ય મણિયાર નામના યુવકે ગત 2 ઓગસ્ટના રોજ વીડિયો કોલ કરી પોતાનું ઇન્સ્ટાગ્રામ બરાબર ચાલતું ન હોવાનું બહાનું કાઢીને યુવતી પાસેથી તેનો પાસવર્ડ મેળવી લીધો હતો. ત્યારબાદ તેણે ન્યૂડ વીડિયો કોલ રેકોર્ડ કરીને યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આરોપીએ યુવતીને ડરાવી ધમકાવીને તેના પગના સાથળ પર કાતર વડે પોતાના નામનો પહેલો અક્ષર કોતરવા મજબૂર કરી હતી. એટલું જ નહીં યુવકે વિડિઓ વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા પણ લીધા હતા. જે બાદ યુવતીએ કર્તવ્ય મણિયાર સામે બોપલ પોલીસ મથકે ફરિયાદ લખવી છે.

રેકોર્ડ કરેલા વીડિયોનો ડર બતાવીને કર્તવ્યે યુવતી પાસે વિચિત્ર માંગણીઓ કરી હતી. તેણે ધમકી આપી હતી કે જો તે અલગ અલગ છોકરીઓ સાથે ડેટિંગ કરવા માટે દર મહિને 10000 રૂપિયા નહીં આપે તો તે આ વીડિયો વાયરલ કરી દેશે. ડરી ગયેલી યુવતીએ શરૂઆતમાં 4000 રૂપિયા ટ્રાન્સફર પણ કર્યા હતા. આમ છતાં, આરોપીએ યુવતીના જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેનો ચહેરો બ્લર કરીને બિભત્સ લખાણ સાથે ફોટો અને સ્ટોરી અપલોડ કરી દીધી હતી. આ ઉપરાંત, તેણે યુવતીને અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધ ન રાખવાની પણ ધમકી આપી હતી.

આ ત્રાસથી કંટાળીને યુવતીના મિત્રોએ પહેલા કર્તવ્યને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ યુવતીએ તેને બ્લોક કરી દીધો હતો. પરિસ્થિતિ વધુ બગડતા યુવતીના માતાપિતાએ આરોપીના પરિવારજનો સાથે વાતચીત કરીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ યોગ્ય સમાધાન આવી શક્યું ન હતું. આખરે સતત બદનામી અને બ્લેકમેલિંગથી હેરાન થઈને પીડિતાએ કર્તવ્ય મણિયાર વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.