Ahmedabad

અમદાવાદના જગતપુરમાં બાંધકામ સાઈટે વીજ કરંટથી 15 વર્ષના સગીર શ્રમિકનું મોત, પોલીસમાં ફરિયાદ

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના જગતપુરમાં 11 ઓક્ટોબરે બ્લ્યુ વેલ બાંધકામ સાઇટ પર 15 વર્ષીય સચિન નામના શ્રમિકનું કરંટ લાગવાથી કરુણ મોત થયું છે. કોન્ટ્રાક્ટર અને બિલ્ડરની બેદરકારીને કારણે પાણી ભરેલી જગ્યાએ ખુલ્લા વીજ વાયરના સંપર્કમાં આવતા સચિનનું મૃત્યુ થયું હતું. મૃતકના ભાઈએ મુખ્ય કોન્ટ્રાક્ટર, સુપરવાઇઝર અને બિલ્ડર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના જગતપુરમાં બાંધકામ સાઈટે વીજ કરંટથી 15 વર્ષના સગીર શ્રમિકનું મોત, પોલીસમાં ફરિયાદ

Ahmedabad Jagatpur News : અમદાવાદના જગતપુર વિસ્તારમાં આવેલી એક બાંધકામ સાઇટ પર 11 ઓક્ટોબરના રોજ કોન્ટ્રાક્ટર અને બિલ્ડરની બેદરકારીના કારણે 15 વર્ષીય સચિન નામના સગીર શ્રમિકનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. સાઇટ પર કોઈપણ પ્રકારના સુરક્ષાના અભાવે અને પાણી વચ્ચે ખુલ્લા મુકાયેલા જોખમી વીજ વાયરોના કારણે સર્જાયેલી આ દુર્ઘટના અંગે મૃતકના મોટા ભાઈ મીસમ ગરાસીયાએ મુખ્ય કોન્ટ્રાક્ટર, સુપરવાઇઝર અને જવાબદાર બિલ્ડર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી કાર્યવાહીની માંગ કરી છે.

ફરિયાદી મીસમ રમેશભાઈ ગરાસીયા અને તેમનો 15 વર્ષીય નાનો ભાઈ સચિન અન્ય શ્રમિકો સાથે 11 ઓક્ટોબરના રોજ જગતપુર ખાતે આવેલી બ્લ્યુ વેલ બાંધકામ સાઇટ પર મજૂરીકામ માટે ગયા હતા. સાઇટના મુખ્ય કોન્ટ્રાક્ટર કાંતીભાઈ મિસ્ત્રી અને સુપરવાઇઝર નાનજીભાઈ સોલંકી દ્વારા સચિનને લોખંડના ઘોડા ઊંચકીને પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. બપોરે આશરે સચિન અન્ય એક શ્રમિક સાથે લોખંડનો ઘોડો લઈને જઈ રહ્યો હતો ત્યારે જમીન પર પાણી ભરાયેલું હતું અને ત્યાંથી પસાર થતા મશીનના ખુલ્લા વીજ વાયર પર તેનો પગ પડી ગયો હતો. પાણી અને જોખમી રીતે રખાયેલા વાયરના કારણે સચિનને વીજ કરંટ લાગ્યો હતો અને તે બેભાન અવસ્થામાં જમીન પર પટકાઈ ગયો હતો.

કરંટ લાગવાને કારણે સચિનના બંને પગના પંજાના ભાગે ઈજા થઈ હતી. તેને તાત્કાલિક રીક્ષામાં બેસાડીને નજીકની જેન્સીસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ફરિયાદીનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર, સુપરવાઇઝર અને બિલ્ડર દ્વારા શ્રમિકોને સુરક્ષા માટેના કોઈપણ પ્રકારના સેફ્ટી સાધનો આપવામાં આવ્યા ન હતા અને સાઇટ પર ખુલ્લા વીજ વાયરો જોખમી રીતે રાખવામાં આવ્યા હતા. આ બેદરકારીના કારણે જ સચિનનું મૃત્યુ નીપજ્યું હોવાથી જવાબદારો સામે કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરવા માટે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.