આંદોલન કરતાં દીપડાને પકડવા રાજા સિંહે 'ઓપરેશન શાન' શરૂ કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- પહાડીઓમાં રહેતા શાન દીપડાની ભૂખ હડતાલને નિષ્ફળ બનાવવા રાજા સિંહે બંજર-ગંજરના મેદાનમાં કેટ કમાન્ડોની ટુકડી તૈનાત કરી હતી, પણ એનાથી કામ બન્યું નહીં
જંગલમાં પેપર લીકના મુદ્દે સિંહની સરકાર સામે કોકરોચ કચવાટિયાએ બંજર-ગંજરના મેદાનમાં આંદોલન શરૂ કર્યું તેમાં પહાડીઓમાં રહેતા શાન દીપડાએ ભૂખ હડતાલની જાહેરાત કરી હતી. સાત-આઠ દિવસ એકધારી ભૂખ હડતાલ કરીને શાન દીપડો સાવ દૂબળો-પાતળો થવા માંડયો હતો. બંજર-ગંજરના મેદાનમાં બનાવાયેલા એક મંચ પર ચત્તાપાટ થઈને પડેલા શાન દીપડા પાસે 'જંગલ ન્યૂઝ'નો રિપોર્ટર લક્કડખોદ લપલપ પહોંચી ગયો. તેણે શાન દીપડાને પૂછ્યું: 'ક્યાંકને ક્યાંક રાજા સિંહની સરકાર તો તમારી ભૂખ હડતાલ તરફ બિલકુલ ધ્યાન આપતી નથી. ક્યાંકને ક્યાંક તમારા સહયોગીઓ તો સવાર-બપોર-સાંજ-રાત એમ ચચ્ચાર વખત ભાવતાં ભોજન ઓનલાઈન ઓર્ડર કરીને આરોગી રહ્યા છે, તમે ક્યાં સુધી ભૂખ હડતાલ ચાલુ રાખશો?'
શાન દીપડાના દિમાગમાં પણ આ જ વાત ચાલી રહી હતી. સિંહની સરકાર ભૂખ હડતાલ પૂરી કરવા કોઈ પ્રયાસો નથી કરતી એ તો ઠીક, પરંતુ કોકરોચ પાર્ટીનો અધ્યક્ષ કોકરોચ કચવાટિયો અને ઉપાધ્યક્ષ વંદો વખારી પણ હવે તો કશું કહેતા નથી. જંગલના શિક્ષણ મંત્રી કાચિંડા કાંટાવાલા રાજીનામું આપે એવું લાગતું નથી. આ વિચારો ચાલતા હતા ત્યારે જ 'જંગલ ન્યૂઝ'ના રિપોર્ટર લક્કડખોદ લપલપે પૂછ્યું એના જવાબમાં શાન દીપડો બોલ્યો, 'અલ્યા આ ભૂખ હડતાલમાં હું મરી જઈશ…' એને આગળ બોલવું હતું, '…પૂરી કરો!' પણ બ્રેકિંગ ન્યૂઝ આપવાની ઉતાવળમાં રિપોર્ટર લક્કડખોદે આગળનું કંઈ સાંભળ્યું નહીં ને જાહેરાત કરી દીધી, 'મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે.
'જંગલ ન્યૂઝ'ની એક્સક્લૂસિવ મુલાકાતમાં શાન દીપડાએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી આંદોલનકારીઓની માંગણી નહીં સ્વીકારાય અને જંગલનો શિક્ષણ મંત્રી કાચિંડો રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેઓ આમરણાંત ભૂખ હડતાલ કરશે. ક્યાંકને ક્યાંક હવે આ આંદોલન ખૂબ મોટું સ્વરૂપ લઈ રહ્યું છે અને રાજા સિંહની સરકારને ભીંસમાં લેવા વિદ્યાર્થીઓને વહાલા શાન દીપડા સર મક્કમ દેખાઈ રહ્યા છે.'
શાન દીપડાએ ભૂખ હડતાલને આમરણાંત ભૂખ હડતાલમાં 'અપડેટ' કરી એ જોઈને દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ બેવડાયો. કોકરોચ કચવાટિયો ખૂબ ખુશ થયો. હવે તેને પાકી ખાતરી હતી કે આંદોલન સફળ થશે અને તે ભવિષ્યમાં રાજકીય નેતા બની જશે. ઈમોશનલ થઈ ગયેલા અમુક વિદ્યાર્થીઓ જેવા કે એક યુવા પાડો, એક યુવા બકરી, એક પોપટ અને એક માછલી વગેરેએ તાકીદની અસરથી ફૂડના ઓનલાઈન ઓર્ડર્સ કેન્સલ કરીને ભૂખ હડતાલમાં બેસવાનો નિર્ણય કર્યો. સોશિયલ મિડીયા ઈન્ફ્લુએન્સર્સ રીલ બનાવવા લાગ્યા તેની પણ અસર થઈ. શાન દીપડાની આમરણાંત ભૂખ હડતાલની વાત સાંભળીને જંગલના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ બંજર-ગંજરના મેદાનમાં આવવા લાગ્યા. કોકરોચો-સરીસૃપો-દરિયાઈ જીવોને તો મેદાનમાં ઉતરીને મજા પડવા માંડી હતી અને તેમની સોશિયલ મિડિયા રીલ્સ જોઈને સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી.
રાજા સિંહ અને તેમના અંગત સલાહકાર રીંછભાઈની નજર આખાય આંદોલન પર હતી. પહેલાંથી જ રાજા સિંહે સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાને બંજર-ગંજરના મેદાનમાં ગોઠવી દીધો હતો. બબ્બન બિલાડાએ ખાસ તાલીમ આપીને તૈયાર કરેલા કેટ કમાન્ડોઝ આખાય મેદાનની ફરતે ગોઠવાઈ ગયા હતા. વાત તો માત્ર કોકરોચોને કચડી નાખવાની હોય તો થઈ શકે તેમ હતું, પરંતુ બધી જાતિના જંગલના વિદ્યાર્થીઓ એટલી મોટી સંખ્યામાં આવતા હતા કે તેમની સાથે ઘર્ષણ કરવાનું જોખમ બબ્બન બિલાડો લેવા માંગતો ન હતો.
આમ ને આમ વધુ આઠ-દસ દિવસ નીકળી ગયા. શાન દીપડો વધારે દૂબળો થઈ ગયો. હવે તો બંજર-ગંજરના મેદાનમાં બનાવેલા મંચ પર એ દેખાતો પણ ન હતો. શાન દીપડાની આમરણાંત ભૂખ હડતાલ લાંબી ખેંચાઈ એટલે જંગલમાં હવે આ જ મુખ્ય મુદ્દો બની ગયો હતો. રાજા સિંહની સરકાર સામે જંગલવાસીઓમાં આક્રોશ વધતો જતો હતો. વિપક્ષના નેતા સસલાભાઈએ આંદોલનના સપોર્ટમાં પોતાનું જુદું આંદોલન શરૂ કર્યું, તો વિપક્ષના મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયાએ તો શાન દીપડા સાથે મુલાકાત કરીને સમર્થનની જાહેરાત કરી દીધી.
'હવે શાનને રાતોરાત ઉઠાવી લો!' રીંછભાઈએ બબ્બન બિલાડાને બોલાવીને આદેશ આપ્યો.
'સોરી સર! શાન દીપડો ભલે નબળો પડયો છે પણ આખરે એ દીપડો છે. એને પકડવાની હિંમત કેટ કમાન્ડોઝમાં નથી. એવું જોખમ અમે લઈ શકીએ તેમ નથી.'
'તમે માત્ર બીજા પ્રદર્શનકારીઓ પર નજર રાખો. દીપડા માટે મેં 'ઓપરેશન શાન' શરૂ કરાવી દીધું છે.' રાજા સિંહે સત્તાવાહી અવાજમાં કહ્યું, 'નવા આદેશની રાહ જુઓ અને કેટ કમાન્ડોઝની સંખ્યા વધારીને બંજર-ગંજરમાં પહેરો વધારો!'
રાજા સિંહના ગુપ્ત મિશન પ્રમાણે જ એક દિવસ વહેલી સવારે સ્પેશિયલ સુરક્ષા ઓફિસર વાઘ વિકરાળ બંજર-ગંજરના મેદાનમાં ત્રાટક્યો અને શાન દીપડાને ખભે ઊંચકીને ઉપાડી ગયો. વાઘ વિકરાળ અગાઉ પણ શાન દીપડાને પાંજરે પૂરી ચૂક્યો હતો. રાજા સિંહે આ રીતે 'ઓપરેશન શાન' પૂરું કર્યું.
પણ આંદોલન પૂરું થયું ન હતું. શાન દીપડાને વાઘ વિકરાળ ઉપાડી જતાં બંજર-ગંજરના મેદાનમાં હાહાકાર મચી ગયો…









