For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોંગ્રેસને મોટો ઝટકો, પ્રિયંકા ગાંધીના નજીકના નેતાએ 'હાથ'નો સાથ છોડ્યો, ભાજપમાં જોડાયા

Updated: Apr 20th, 2024

કોંગ્રેસને મોટો ઝટકો, પ્રિયંકા ગાંધીના નજીકના નેતાએ 'હાથ'નો સાથ છોડ્યો, ભાજપમાં જોડાયા

Lok Sabha Elections 2024: દેશમાં લોકસભા 2024ની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે અને શુક્રવારે 21 રાજ્યોમાં 102 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે ત્યારે પંજાબ અને હિમાચલ પ્રદેશમાંમાં મતદાન થાય તે પહેલા જ કોંગ્રેસ (Congress)ને ઝટકો લાગી ગયો છે. અગાઉ કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ રાજીનામાં આપ્યા છે ત્યારે હવે પ્રિયંકા ગાંધીના નજીકના કોંગ્રેસી નેતાએ પક્ષને રામ રામ કરીને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે.

રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા

પંજાબ (Punjab)અને હિમાચલ પ્રદેશમાં લોકસભા ચૂંટણીના મતદાન પહેલા જ જલંધરના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)ના નજીકના હિમાચલ પ્રદેશ (HImachal Pradesh)ના સહ-પ્રભારી તેજિંદર સિંહ બિટ્ટુ (Tejinder Singh Bittu)એ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ તેઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ગયા છે. ઉલ્લેખનીય છે કે તે (તેજિન્દર) છેલ્લા ઘણા દિવસોથી ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા હતા.

રાજકારણમાં ફરી એન્ટ્રી કરી હતી

નોંધનીય છે કે પંજાબના જલંધરના રહેવાસી તેજિંદર સિંહ બિટ્ટુ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીમાં સેવા આપી છે. તેઓ લાંબા સમય સુધી રાજકારણથી દૂર રહ્યા હતા, પરંતુ 2017માં જ્યારે કોંગ્રેસ પંજાબમાં સત્તામાં આવી ત્યારે તેમને પનસપના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેના કારણે તેમણે રાજકારણમાં ફરી રી-એન્ટ્રી કરી હતી.

Article Content Image

Gujarat