For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'55 હજાર રોકડ, ભાગીદારીમાં જમીન, કાર-ફ્લેટ નથી..' રાહુલ ગાંધીની સંપત્તિ અંગે સોંગદનામાથી ખુલાસો

Updated: May 4th, 2024

'55 હજાર રોકડ, ભાગીદારીમાં જમીન, કાર-ફ્લેટ નથી..' રાહુલ ગાંધીની સંપત્તિ અંગે સોંગદનામાથી ખુલાસો

Rahul Gandhi Property: લોકસભા 2024 (Lok Sabha Elections 2024)ની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને હવે ત્રણ દિવસ જેટલો સમય બાકી છે. તે પહેલા રાહુલ ગાંધીએ શુક્રવારે રાયબરેલી બેઠક (Raebareli seat) પરથી ઉમેદવારી નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રાયબરેલીથી રાહુલ ગાંધી (Rahul Gandhi)ને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. અહીં રાહુલ ગાંધીએ સોંગદનામાં પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો આપી હતી. 

સોંગદનામાં મુજબ મિલકતની માહિતી આપી

સોંગદનામાં મુજબ કોંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ અને રાયબરેલી બેઠકના ઉમેદવાર રાહુલ ગાંધી પાસે 9.24 કરોડ રૂપિયાની જંગમ અને 11.15 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે. તેઓ કુલ રૂપિયા 20 કરોડના માલિક છે. આ ઉપરાંત સોંગદનામાં અનુસાર તેમની પાસે કોઈ વાહન કે ફ્લેટ નથી. તેમજ માત્ર રૂપિયા 55 હજાર રોકડા અને રૂપિયા 26.25 લાખ બેન્કમાં જમા છે. આ સિવાય રાહુલ ગાંધીના નામે રૂપિયા 4.33 કરોડના શેર અને રૂપિયા 15.21 લાખના ગોલ્ડ બોન્ડ છે. કોંગ્રેસ નેતા પાસે 4.20 લાખ રૂપિયાની જ્વેલરી અને 3.81 કરોડ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ છે.

રાહુલ પાસે ભાગીદારીમાં ખેતીની જમીન પણ છે

આ ઉપરાંત રાહુલ ગાંધીએ સોંગદનામાં આપેલી માહિતી અનુસાર તેમની પાસે દિલ્હીના મહરૌલીમાં ખેતીની જમીન છે. જેમાં બહેન પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) અને સાળા રોબર્ટ વાડ્રા (Robert Vadra) પણ તેમાં ભાગીદારી છે.  ગુરુગ્રામમાં તેમના નામે એક ઓફિસ પણ છે, જેની કિંમત 9 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ખેતીની જમીનને વારસાગત મિલકત તરીકે વર્ણવવામાં આવી છે. ગાંધીએ સોગંદનામામાં તેમની સામે પોલીસ દ્વારા નોંધાયેલા કેસનો પણ ઉલ્લેખ કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં બળાત્કાર પીડિતાને ઓળખવા બદલ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

વાયનાડમાં 26મી એપ્રિલે મતદાન થશે

રાહુલ ગાંધીએ સોંગદનામામાં કહ્યું છે કે આ કેસની એફઆઈઆર દિલ્હી હાઈકોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલા સીલ બંધ લિફાફામાં છે. એવું કહેવામાં આવ્યું છે કે આ કારણે તેની પાસે એફઆઈઆરની વિગતો વિશે સંપૂર્ણ માહિતી નથી. પરંતુ રાહુલે ખૂબ જ કાળજીપૂર્વક તેના વિશે વિગતો આપી રહ્યા છે. તેમણે ભાજપના નેતાઓ દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસનો પણ ઉલ્લેખ કર્યો છે. નોંધનીય છે કે કોંગ્રેસે રાહુલ ગાંધીને કેરળની વાયનાડ (Wayanad Seat) બેઠક પરથી પણ ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યાં 26મી એપ્રિલે મતદાન છે. તેમની સામે પ્રદેશ ભાજપ અધ્યક્ષ કે સુરેન્દ્રન અને સીપીઆઈ નેતા એની રાજા મેદાનમાં છે.

Article Content Image

Gujarat