For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાહુલ ગાંધીના નિવેદન પર ભડક્યાં દેશના 181 શિક્ષણવિદ્ અને કુલપતિઓ, પત્રમાં લખ્યું-'ભ્રમ ફેલાવવાનું બંધ કરો'

Updated: May 6th, 2024

રાહુલ ગાંધીના નિવેદન પર ભડક્યાં દેશના 181 શિક્ષણવિદ્ અને કુલપતિઓ, પત્રમાં લખ્યું-'ભ્રમ ફેલાવવાનું બંધ કરો'

Lok Sabha Elections 2024: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના દેશની યુનિવર્સિટીઓમાં ભરતી અંગેના નિવેદનને લઈને વિવાદ છેડાયો છે. તેમણે કહ્યું હતું કે, 'કુલપતિની નિમણૂક યોગ્યતાને યોગ્યતાને ધ્યાનમાં રાખીને કેટલીક સંસ્થાઓ સાથેના સંબંધોના આધારે કરવામાં આવે છે.' હવે દેશના 181 શિક્ષણવિદ્ અને કુલપતિઓએ આ મામલે રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે, 'અમને રાહુલ ગાંધીના નિવેદનોથી જાણવા મળ્યું છે કે તેઓ ભ્રમ ફેલાવી રહ્યા છે કે દેશની યુનિવર્સિટીઓમાં ભરતી મેરિટના આધારે નહીં પરંતુ સંબંધોના આધારે થઈ રહી છે.'

પત્રમાં લખ્યું-'કોઈપણ તથ્ય વગર ભ્રમ ન ફેલાવો'

કુલપતિઓએ પત્રમાં લખ્યું કે, 'કુલપતિની નિમણૂક ખૂબ જ કડક, પારદર્શક પ્રક્રિયા હેઠળ કરવામાં આવે છે. આ માટે તે જોવામાં આવે છે કે સંબંધિત વ્યક્તિની શૈક્ષણિક લાયકાત શું છે. યુનિવર્સિટીને આગળ લઈ જવા માટે તેમની પાસે કેટલી વહીવટી કાર્યક્ષમતા અને શું વિઝન છે? અમારી પાસે વ્યાવસાયિક અનુભવ છે અને શૈક્ષણિક લાયકાત પણ મહત્ત્વપૂર્ણ છે. પસંદગી પ્રક્રિયામાં આને ધ્યાનમાં લેવામાં આવે છે. અમે તે તમામ લોકોને આવી કાલ્પનિક વાતો ન કરવા માટે કહીએ છીએ. કોઈપણ તથ્ય વગર ભ્રમ ન ફેલાવો'

પત્રમાં 180થી વધુ કુલપતિઓએ હસ્તાક્ષર કર્યા હતા

રાહુલ ગાંધી વિરુદ્ધ જાહેર કરાયેલા પત્રમાં 180થી વધુ શિક્ષણવિદ્ અને કુલપતિઓના હસ્તાક્ષર પણ છે. જેમાં સંગીત નાટક અકાદમી, સાહિત્ય અકાદમી, એનસીઅઈઆરટી, નેશનલ બુક ટ્રસ્ટ, એઆઈસીટીઈ, યુજીસી સહિતના વડાઓ હસ્તાક્ષર છે. કુલપતિઓનું કહેવું છે કે, 'જો આપણે વૈશ્વિક રેન્કિંગ પર નજર કરીએ તો ભારતીય યુનિવર્સિટીઓમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન થયા છે.'

Gujarat