For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હૈદરાબાદમાં 5.14 લાખ મતદારોના નામ યાદીમાંથી હટાવાયા, ઓવૈસી ટેન્શનમાં! ચૂંટણીપંચે જણાવ્યું કારણ

Updated: Apr 18th, 2024

હૈદરાબાદમાં 5.14 લાખ મતદારોના નામ યાદીમાંથી હટાવાયા, ઓવૈસી ટેન્શનમાં! ચૂંટણીપંચે જણાવ્યું કારણ

Lok sabha elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન (first phase of Lok Sabha polls) 19મી એપ્રિલ એટલે આવતીકાલે થવાનું છે ત્યારે બુધવાર સાંજથી જ પ્રચારના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. આ વચ્ચે હૈદરાબાદમાં મતદાર યાદીમાંથી 5.41 લાખથી વધુ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી પંચ દ્વારા એક પ્રેસ રિલીઝ કરીને આ અંગેનું કારણ પણ જણાવવામાં આવ્યું હતું.  

આ કારણે મતદારોના નામ યાદીમાંથી દૂર કરાયા

હૈદરાબાદ (hyderabad) જિલ્લામાં 15 વિધાનસભા બેઠકો આવેલી છે અને પંચે પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ મતદાર યાદીમાંથી 5.41 લાખ કરતા પણ વધારે મતદારોના નામ કાઢી નાખ્યા છે. ચૂંટણી પંચ (election commission)ના જણાવ્યા અનુસાર યાદીમાંથી મતદારોના નામ હટાવવાના કારણોમાં તેમનું મૃત્યુ, રહેઠાણમાં ફેરફાર અને નામની બે વાર નોંધણી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ બુધવારે એક પ્રસે રિલીઝમાં જણાવ્યું હતું કે હૈદરાબાદ જિલ્લામાં ચૂંટણી તંત્ર મતદાર યાદીની સચોટતા સુનિશ્ચિત કરવા સખત મહેનત કરી રહ્યું છે અને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

આટલા નામ યાદીમાંથી કાઢી નાખાયા

જાન્યુઆરી 2023થી હૈદરાબાદ જિલ્લાની 15 વિધાનસભા મતવિસ્તારોમાં કુલ 47,141 મૃત મતદારો, 4,39,801 સ્થાળાંતરિત મતદારો અને 54,259 ડુપ્લિકેટ મતદારોના નામો યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ચૂંટણી પંચની સૂચનાને પગલે કુલ 5,41,201 મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

છ લાખથી વધુ નકલી મતદારો: માધવી લતાનો દાવો 

હૈદરાબાદ જિલ્લાના 15 વિધાનસભા મતવિસ્તારો હૈદરાબાદ અને સિકંદરાબાદ લોકસભા મતવિસ્તારનો ભાગ છે. હૈદરાબાદ લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર કે માધવી લતાએ અગાઉ દાવો કર્યો હતો કે મતવિસ્તારમાં છ લાખથી વધુ નકલી મતદારો છે. માધવીએ આરોપ લગાવ્યો હતો કે ઓવૈસી નકલી મતો દ્વારા ચૂંટણી જીતે છે.

17 મેના રોજ મતદાન થશે

હૈદરાબાદ જિલ્લામાં કુલ 1,81,405 મતદારોની ઓળખ કરવામાં આવી છે જેમના ઘરના નંબરો સુધારી દેવામાં આવ્યા છે. એક પરિવારમાં વિભાજિત મતદારોને એક મતદાન મથક પર લાવવા માટે જિલ્લામાં કુલ 3,78,713 સુધારા કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં 17 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં લોકસભાની 17 બેઠકો છે. હૈદરાબાદમાં પણ 17મી મેના રોજ મતદાન થશે.

ઓવૈસી અને માધવી લતા વચ્ચે મુખ્ય હરીફાઈ

અહીં મુખ્ય સ્પર્ધા અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) અને ભાજપના માધવી લતા (Madhavi Lata) વચ્ચે માનવામાં આવી રહી છે. વર્ષ 2019માં ઓવૈસીએ ભાજપના ઉમેદવારને 2 લાખ 82 હજાર 186 મતોથી હરાવ્યા હતા. અહીં ભાજપ (BJP) બીજા સ્થાને રહી હતી. વર્ષ 2014માં ઓવૈસી 282186 મતોથી જીત્યા હતા.

Article Content Image

Gujarat