For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરતમાં નિલેશ કુંભાણી મુદ્દે પોસ્ટર વોર! એક તરફ ગદ્દાર, તો બીજી તરફ સારથિ બેનરો લાગ્યા

Updated: Apr 25th, 2024

સુરતમાં નિલેશ કુંભાણી મુદ્દે પોસ્ટર વોર! એક તરફ ગદ્દાર, તો બીજી તરફ સારથિ બેનરો લાગ્યા

Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી માટે સુરત એપિસેન્ટર આ રીતે લખાય બની ગયું છે. કોગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવું અને ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યાના કારણે સુરત બેઠક દેશમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. તો બીજી તરફ સુરતમાં પાટીદાર વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. 

એક તરફ વિરોધ તો બીજી તરફ... 

બે દિવસ પહેલાં કુંભાણીના ઘરે બેનર સાથે વિરોધ કરાયો હતો તો આજે વરાછા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર કુંભાણી વોન્ટેડના બેનરો જોવા મળી રહ્યાં છે. તો બીજી તરફ ચૂંટણી પ્રચાર માટે સરથાણા વિસ્તારમાં હોર્ડિગ્સ યથાવત્ રખાયા છે જેના પર સુરતનો સારથી નિલેશ કુંભાણી પણ જોવા મળી રહ્યું છે.

Article Content Image

સુરતના ભાજપ ઉમેદવારની બિનહરીફ જીત

સુરત લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાં બાદ મેદાનમાં બાકી રહેલા ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચી લેતાં ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. આ ઘટના બાદ કોંગ્રેસની આબરુનું સતત ધોવાણ થઈ રહ્યું છે. હજી સુધી કોંગ્રેસના મોટા નેતાઓ કુંભાણી સામે બોલવા તૈયાર નથી તો બીજી તરફ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નિલેશ કુંભાણી ગદ્દારના પોસ્ટર લગાવાયા... 

બે દિવસ પહેલાં કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ નિલેશ કુંભાણી ગદ્દાર છે તેવા બેનર સાથે કુંભાણીના ઘર પર વિરોધ કર્યો હતો. જ્યારે આજે વરાછા વિસ્તારમાં આપના નેતા દિનેશ કાછડિયાએ આને ઓળખો; આ છે લોકતંત્રનો હત્યારો-ગદ્દાર તેવા લખાણ સાથેના બેનર લાગ્યા છે. આ ઉપરાંત બેનરમાં લખ્યું છે કે, સુરત લોકસભાનાં 19 લાખ મતદારોના હકનો સોદો કરનારને ઓળખો અને જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડો તેવા લખાણ લખવામાં આવ્યા છે.

Article Content Image

Gujarat