For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાત ભાજપના માઇક્રો પ્લાનિંગનું સુરસુરિયું, બે કરોડ મતદારો ઘેર બેસી રહ્યા, પેજ પ્રમુખ કાગળના વાઘ!

Updated: May 10th, 2024

ગુજરાત ભાજપના માઇક્રો પ્લાનિંગનું સુરસુરિયું, બે કરોડ મતદારો ઘેર બેસી રહ્યા, પેજ પ્રમુખ કાગળના વાઘ!

Lok Sabha Elections 2024: ગુજરાતમાં 26 બેઠકો અંકે કરવા ભાજપે ચૂંટણીનું માઈક્રિ પ્લાનિંગ કર્યુ હતું પણ આખીય વાતનું સુરસુરિયુ થયુ હોય તેવુ ચિત્ર ઉભર્યું છે તેનુ કારણ એછેકે, ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં સૌથી ઓછુ મતદાન થયુ છે. આંખે ઉડીને વળગે તેવી વાત તો એછેકે, અંદાજે 2 કરોડ મતદારોએ મતદાન કરવાનું જ ટાળ્યુ છે. ટૂંકમાં, ભાજપની પેજ પ્રમુખ-પેજ સમિતિનો ફુગ્ગો ફુટ્યો છે.

ભાજપના એકેય મુદ્દા મતદારોને આકર્ષી શક્યા નહીં

ઈલેક્શન મેનેજમેન્ટમાં ભાજપની માસ્ટરી છે. એક-એક મતદાર સુધી પહોચવા માટે ભાજપનું ચૂંટણીનું માઇક્રોપ્લાનિંગ કાબિલેદાદ હોય છે. તેમાં ય પેજપ્રમુખ-પેજ સમિતિ ચૂંટણી જીતવા માટેનું ભાજપનું મહત્વ અંગ છે. છેલ્લાં છ મહિનાથી વધુ સમયથી આ બધાય પરિબળોને ભાજપે ચૂંટણી કામે લગાડ્યા હતાં. પાંચ લાખના માર્જીનથી 26 બેઠકો જીતવા માટે ભાજપે આખી બ્લૂપ્રિન્ટ બનાવી હતી. મહત્વની વાત એછેકે, બે મહિના પહેલાં કોંગ્રેસને ચૂંટણી લડવા માટે ઉમેદવાર મળતો ન તે હતો. પણ ક્ષત્રિય આંદોલન બાદ સ્થિતી એવી બદલાઈ કે, ભાજપના એકેય મુદ્દા મતદારોને આકર્ષી શક્યા નહીં. સાથે સાથે વધુ મતદાન થાય તે માટે ભાજપે ઘણાં ધમપછાડાં કર્યા પણ બુથ મેનેજમેન્ટ કામ લાગી શક્યુ નહીં. 

મતદારો માટે આટલી નિરસતા ચિંતાનો વિષય બની

પેજ પ્રમુખો-પેજ સમિતિ જાણે કાગળ પર જ રહી હતી. જે રીતે ઓછુ મતદાન થયું તે જોતાં ભાજપના માઈક્રો પ્લાનિંગનું સુરસુરિયુ થયુ છે તેનું કારણ એ છે કે, છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં સૌથી ઓછુ મતદાન થયુ છે. ચોંકી જવાય તેવી વાત એ છે કે, બે કરોડ મતદાતાઓએ મત આપવાનુ જ ટાળ્યુ છે. મતદારો માટે આટલી નિરસતા ચિંતાનો વિષય બની છે. ભાજપની ઈલેક્શન બ્લૂ પ્રિન્ટ પણ નામ પુરતી જ રહી હતી. આમ, ઓછુ મતદાન થતાં ભાજપનું ઈલેક્શન મેનેજમેન્ટ નબળુ પુરવાર થયુ છે.

Gujarat