For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પરેશ ધાનાણી વિરુદ્ધ ભાજપની આચારસંહિતા ભંગની ફરિયાદ, તો ઉમેશ મકવાણાનું ફોર્મ રદ કરવા માંગ,જાણો કારણ

Updated: Apr 20th, 2024

પરેશ ધાનાણી વિરુદ્ધ ભાજપની આચારસંહિતા ભંગની ફરિયાદ, તો ઉમેશ મકવાણાનું ફોર્મ રદ કરવા માંગ,જાણો કારણ

Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજ્યની 26 લોકસભા અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ 19મી એપ્રિલે ઉમેદવારી પત્ર ભરી દીધા હતા. ત્યારે ભાજપ (BJP) દ્વારા ભાવનગર બેઠકથી આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ઉમેદવારી પત્ર રદ કરવા માગ કરવામાં આવી છે. ભાજપનો આરોપ છે કે ઉમેશ મકવાણાએ એફિડેવિટમાં ખોટી માહિતી આપી છે. તો બીજી તરફ ભાજપે રાજકોટ બેઠકથી કોંગ્રેસ(Congress) ઉમેદવાર પરેશ ધાનાણી સામે દરગાહમાં ચૂંટણી પ્રચાર બદલ આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવા ચૂંટણી પંચને રજૂઆત કરી છે. 

Article Content Image

આપ ઉમેદવારે એફિડેવિટમાં ખોટી માહિતી આપી!

ભાવનગર બેઠકથી આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના એફિડેવિટ પર ભાજપે વાંધો ઉઠાવ્યો છે. ભાજપે ઉમેશ મકવાણાના એફિડેવિટમાં અમુક ખોટી માહિતી આપવામાં આવી હોવાની દલીલો સાથે અરજી કરી છે. ભાજપનો આરોપ છે કે,'ઉમેશ મકવાણાની આવક છેલ્લાં 5 વર્ષની દર્શાવેલી આવક કરતાં વધારે જણાય છે.' જો કે, એફિડેવિટમાં વિસંગતતાના કારણે જવાબ આપવા આપના ઉમેદવારે સમય માગ્યો છે. 

Article Content Image

ધાનાણી સામે આચારસંહિતા ભંગ કર્યાની ફરિયાદ

કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની ભાજપે ચૂંટણી પંચને રજૂઆત કરી છે. ભાજપે દાવો કર્યો છે કે, 'કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ વાંકાનેરમાં ધાર્મિક સ્થળ દરગાહની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે કોંગ્રેસ પક્ષના ચૂંટણી ચિન્હ વાળો ખેસ પહેરીને દરગાહ ઉપર ફુલ અને ચાદર ચઢાવી હતી. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હોવા છતા તેમણે ધાર્મિક સ્થળનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કર્યો છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.'

આચારસંહિતા શું છે?

જ્યારે પણ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે, ત્યારે એક આચાર સંહિતા લાગુ કરવામાં આવે છે, જેની મદદથી ચૂંટણી સંપૂર્ણપણે નિષ્પક્ષ અને મુક્ત રીતે થઈ શકે છે. આદર્શ આચારસંહિતા એટલે કે ચૂંટણી પંચની સૂચનાઓ જેનું દરેક પક્ષે ચૂંટણીના અંત સુધી પાલન કરવાનું રહેશે. આ અંતર્ગત કેટલાક નિયમો નક્કી કરવામાં આવે છે, જેનું સંબંધિત રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાલન કરવાનું હોય છે. ચૂંટણીની તારીખની જાહેરાત સાથે ચૂંટણી આચારસંહિતા અમલમાં આવે છે અને ચૂંટણીના સમાપન સુધી ચાલુ રહે છે.

Article Content Image

Gujarat