For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિવાદિત નિવેદન બાદ ભાજપના બીજા નેતાએ પણ માફી માગી, રાજા રજવાડા-પટરાણીઓ પર બફાટ કર્યો હતો

Updated: Apr 24th, 2024

વિવાદિત નિવેદન બાદ ભાજપના બીજા નેતાએ પણ માફી માગી, રાજા રજવાડા-પટરાણીઓ પર બફાટ  કર્યો હતો

Lok Sabha Elections 2024: જૂનાગઢ (Junagadh) જિલ્લા ભાજપ પ્રમુખે રાજા રજવાડા વિશે કરેલી ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યોં છે. ક્ષત્રિય આગેવાનોએ ફોન કરી જિલ્લા ભાજપ પ્રમુખનો સારી ભાષામાં ઉધડો લેતા તેમણે માફી માંગવાની ફરજ પડી હતી. આ અંગે ભાજપ પ્રમુખ કિરીટ પટેલ (Kirit Patel) સામે લોકસભાના ઉમેદવારે ચૂંટણી પંચમાં ફરિયાદ મોકલીને કાર્યવાહી કરવા માંગ કરી છે.

રાજા રજવાડા અને પટરાણી વિશે વાણી વિલાસ કર્યો હતો

એક તરફ રૂપાલાના બફાટ (Rupala Controversyt)ને લઈ ક્ષત્રિય સમાજ (kshatriya Community)માં રોષની લાગણી છે. તેવા જ સમયે જૂનાગઢ જીલ્લા ભાજપ (BJP) પ્રમુખ કિરીટ પટેલે વિસાવદર ખાતે કાર્યાલયના ઉદ્દઘાટન કાર્યક્રમમાં રાજા રજવાડા અને પટરાણી વિશે વાણી વિલાસ કર્યો હતો. આ અંગે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાતા કિરીટ પટેલે તુરંત જ માફી માંગતો વિડીયો જાહેર કરવાની ફરજ પડી હતી.

હું બે હાથ જોડીને માફી માંગું છું : કિરીટ પટેલ

ક્ષત્રિય સમાજના લોકો દ્વારા જીલ્લા ભાજપ પ્રમુખને આ અંગે આકરા સવાલો કરવામાં એવતા તેમણે ફોન બંધ કરી દેવાની પણ ફરજ પડી હતી. બાદમાં તેમણે કેમ વિડીયોના માધ્યમથી માફી માંગતા કહ્યું હતું કે, કે, મારે કોઈ જ્ઞાતિ, ધર્મ કે વ્યક્તિની લાગણીને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો હતો નહી છતાં પણ કોઈની લાગણી દુભાણી હોય તો હું બે હાથ જોડીને માફી માંગું છું. આ વિડીયો વાયરલ થયા બાદ પણ ક્ષત્રિય સમાજનો રોષ હજુ શાંત થતો નથી.

માંધાતા, મુરલીધર અને મુસ્લીમ વાળો જૂનો વીડિયો વાયરલ

વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ લોકસભા બેઠક નીચે આવતી ગીર- સોમનાથ જીલ્લાની સોમનાથ, તાલાળા, કોડીનાર અને ઉના, જૂનાગઢ જીલ્લાની જૂનાગઢ, વિસાવદર અને માંગરોળ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જીતી ગયા હતા. ત્યારબાદ સાંસદ રાજેશ ચુડાસમાને મોવડી મંડળે પુછ્યું કે, તમારી સાતેસાત વિધાનસભા કેમ કોંગ્રેસમાં ગઈ ત્યારે સાંસદે કહ્યું હતું કે, માંધાતા, મુરલીધર અને મુસ્લીમ કોંગ્રેસમાં જતા આપણે પતી ગયા હતા. ખૂદસાંસદ રાજેશ ચુડાસમાનો આઅંગેનો જૂનો વિડીયો હાલ લોકસભાની ચૂંટણી સમયે વાયરલ થતા ફરીવાર આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

Article Content Image

Gujarat