For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિ 5 વર્ષમાં બમણાંથી વધુ થઇ, સોગંદનામાંની વિગતો દ્વારા ખુલાસો

Updated: Apr 20th, 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિ 5 વર્ષમાં બમણાંથી વધુ થઇ, સોગંદનામાંની વિગતો દ્વારા ખુલાસો
Image : Twitter

Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર (Gandhinagar)ની બેઠક પરથી લડતા ભાજપ (BJP)ના ઉમેદવાર અને હાલની સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી એવા અમિત શાહે ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલી એફિડેવિટની વિગતો મુજબ તેઓની અને તેમની પત્નીની મળીને 65.67  કરોડથી વધુની સંપત્તિ છે. જો કે તેઓની પાસે કોઈ પણ કાર કે વાહન નથી. ગત ચૂંટણીમાં તેઓએ ઉમેદવારી સમયે રજૂ કરેલી આવકની વિગતો મુજબ 30.49 કરોડની સંપત્તિ હતી. આમ પાંચ વર્ષમાં તેઓની સંપત્તિમાં 100 ટકા કરતા પણ વધુનો વધારો થયો છે.

કેન્દ્રીય મંત્રીએ ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં વિગતો રજૂ કરી

અમિત શાહે (Amit Shah) જંગી રોડ શો સાથે ઉમેદવારી ફોર્મ ભરી દીધુ છે ત્યારે ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલી એફિડેવિટની વિગતો મુજબ તેઓની પાસે રોકડ, બેંકની બચત-ડિપોઝિટ તેમજ શેરોમાં રોકાણ અને સોના- ચાંદી સાથે કુલ મળીને સ્વપાર્જિત અને વારસાગત સહિતની 20.33 કરોડથી વધુની જંગમ મિલકત છે. જેમાં 17.46 કરોડથી વધનું શેરોમાં રોકાણ છે. 21.84 લાખથી વધુની પોલીસી છે. 72.87 લાખથી વધુના સોના-ચાંદી છે. જો કે તેઓએ તેમની મિલકતમાં કાર કે ગાડી સહિત કોઈ પણ વાહન ન હોવાનું દર્શાવ્યુ છે. જ્યારે તેઓની પત્ની પાસે રોકડ, બેંક બચત અને શેરોમાં રોકાણ સાથે 22.46 કરોડથી વધુની જંગમ સંપત્તિ છે. જેમાં 93.11 લાખથી વધુની ડિપોઝિટ અને શેરોમાં રોકાણ 20 કરોડથી વધુનું છે. અને 1.10 કરોડથી વધુના સોના-ચાંદી-ઝવેરાત છે.

અમિત શાહ પાસે કુલ મળીને 16.31 કરોડથી વધુની સ્થાવર મિલકત

અમિત શાહ પાસે જુદી જુદી જગ્યાએ કૃષિ જમીન અને બીને ખેતી જમીન તેમજ પ્લોટ અને મકાનો સાથે કુલ મળીને 16.31 કરોડથી વધુની સ્થાવર મિલકત છે. અમિત શાહ વડનગર અને દસક્રોઈમાં જમીનો ધરાવે છે. આ ઉપરાંત આશ્રમરોડ, ગુરુકુલ થલતેજ અને ગાંધીનગર સહિતના સ્થળે મકાનો ધરાવે છે. જ્યારે તેઓની પત્ની પાસે જુદી જુદી સ્થળે મકાનો સહિતની 6.55 કરોડથી વધુની સ્થાવર મિલકત છે. અમિત શાહ સામે હાલ જુદી જુદી કોર્ટમાં મળીને કુલ ત્રણ કેસ પેન્ડિંગ છે. ગત લોકસભા ચૂંટણી સમયે અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હોઈ ગાંધીનગરમાંથી પ્રથમવાર ઉમેદવારી નોંધાવી હતી, તે સમયે એફિડેવિટમાં રજૂ કરેલી વિગતો મુજબ તેમની પાસે 30.49 કરોડની સંપત્તિ હતી. આમ અમિત શાહની સંપત્તિ પાંચ વર્ષમાં બમણાથી વધુ વધી છે.

Article Content Image

Gujarat