For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર 266 ઉમેદવારો ચૂંટણી મેદાને, જેમાં મહિલા ફક્ત 19, અહીં સૌથી વધુ

Updated: Apr 23rd, 2024

ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર 266 ઉમેદવારો ચૂંટણી મેદાને, જેમાં મહિલા ફક્ત 19, અહીં સૌથી વધુ

Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની ચૂંટણીમાં 19 મહિલાઓ સાથે કુલ 266 તેમજ વિધાનસભાની પાંચ બેઠકોમાં 24 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. ઉમેદવારી પત્રોની ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાયા પછી આખરી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

અમદાવાદ બેઠક પર સૌથી વધુ ઉમેદવાર

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના જણાવ્યા પ્રમાણે લોકસભાની 26 બેઠકો માટે 433 અને વિધાનસભા માટે 37 ઉમેદવારો મેદાનમાં હતા પરંતુ ઉમેદવારી ફોર્મની ચકાસણી પછી લોકસભામાં 266 અને વિધાનસભામાં 27 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. ચૂંટણી પંચે 105 ઉમેદવારી પત્રો રિજેક્ટ કર્યા હતા. સોમવારે 62 ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા પછી ઉમેદવારોની ફાઈનલ યાદી તૈયાર થઈ છે, જે પૈકી લોકસભાની અમદાવાદ બેઠક ઉપર સૌથી વધુ 18 ઉમેદવારો સ્પર્ધામાં છે જ્યારે સૌથી ઓછા ત્રણ ઉમેદવારો બારડોલી બેઠક પર રહ્યાં છે. એવી જ રીતે વિજાપુર વિધાનસભાની બેઠકમાં સૌથી વધુ આઠ ઉમેદવારો અને સૌથી ઓછા બે ઉમેદવારો વાઘોડિયા બેઠક પર ચૂંટણી લડી રહ્યાં છે.

Article Content Image

1996ની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર નોંધાયા હતા

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આ વખતે કુલ 266 ઉમેદવારો છે. જેની સરખામણીમાં 2019ની લોકસભા ચૂંટણીમાં 371 ઉમેદવારો હતા. ગુજરાતમાંથી 1996ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ 577 ઉમેદવાર નોંધાયા હતા.

Article Content Image

Gujarat