For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં છેલ્લાં 20 વર્ષમાં આ વખતે સૌથી ઓછાં અપક્ષ ઉમેદવારો લોકસભા ચૂંટણી મેદાને, અહીં સૌથી વધુ

Updated: Apr 24th, 2024

ગુજરાતમાં છેલ્લાં 20 વર્ષમાં આ વખતે સૌથી ઓછાં અપક્ષ ઉમેદવારો લોકસભા ચૂંટણી મેદાને, અહીં સૌથી વધુ

Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આ વખતે કુલ 266 ઉમેદવારો વચ્ચે જંગ જામશે અને તેમાં 118 અપક્ષ ઉમેદવાર (Independent Candidates)નો પણ સમાવેશ થાય છે. 2004 બાદ લોકસભાની ચૂંટણીમાં સૌથી ઓછા અપક્ષ ઉમેદવાર જોવા મળશે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર બેઠકમાંથી સૌથી વધુ 9 ગાંધીનગર-અમદાવાદ પૂર્વ-ભરૂચમાં 8, સાબરકાંઠા - સુરેન્દ્રનગરમાં 7, બનાસકાંઠા-રાજકોટ-જૂનાગઢમાં 6, પાટણ-વડોદરામાં 5, પોરબંદર-અમરેલી- ભાવનગર-પંચમહાલ-દાહોદ- નવસારીમાં 4, કચ્છ-ખેડા બેઠકમાંથી 3, આણંદ-વલસાડમાં 2, મહેસાણા-છોટા ઉદેપુરમાં અપક્ષ ઉમેદવારને સમાવેશ થાય છે. 

અમદાવાદ પશ્ચિમ (Ahmedabad West)માંથી એક પણ અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યો નથી. લોકસભાની છેલ્લી 10 ચૂંટણી જોવામાં આવે તો 1998માં સૌથી ઓછા 30 અને 1991માં સૌથી વધુ 258 અપક્ષ ઉમેદવારો હતા. 1962થી 2019 સુધી ગુજરાતમાં 1925 અપક્ષ ઉમેદવારો પોતાનું નસિબ અજમાવી ચૂક્યા છે. આ પૈકી પ્રત્યેક ચૂંટણીમાં એકલ-દોકલને બાદ કરતાં મોટાભાગના અપક્ષ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ જ થયેલી છે.

Article Content Image

Gujarat