ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> પાટણ >> સિદ્ધપુરSelect City

સિદ્ધપુર

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  જયનારાયણ વ્યાસ
Votes: 52610
Looser
  બળવંતસંિહ રાજપૂત
Votes: 50181
Lead
  BJP
Margin: 2429

2002

Winner
  બળવંતસંિહ રાજપૂત
Votes: 64142
Looser
  જયનારાયણ વ્યાસ
Votes: 53864
Lead
  Congress
Margin: 10278

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • સિદ્ધપુરમાં જયનારાયણ વ્યાસનો જય થઇ શકશે?

  સિદ્ધપુર,

   

  જ્યારે રાજ્યનાં આરોગ્ય મંત્રી એવા જયનારાયણ વ્યાસ ગત ચૂંટણીમાં સિદ્ધપુર બેઠક ઉપરથી માત્ર 2429 વોટથી જ જીત્યા હતા.

  તેમના હરિફ બલવંતસિંઘ રાજપૂતે ગોધરાકાંડ પછી 2002માં પણ તેમને હરાવ્યા હતા. ત્યારે આ બેઠકનાં 20 ટકા મતદારો મુસ્લિમ છે અને સીમાંકન બાદની આ ચૂંટણી રસાકસીભરી રહેશે.

  ..

 • સિઘ્ધપુરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મહિલાઓનું શક્તિ વંદના સંમેલન યોજાયું

  સિઘ્ધપુર,


  પાટણ જિલ્લાના સિઘ્ધપુર ખાતે  તાલુકા કોંગ્રેસ આયોજિત મહિલા  સંમેલન હંસાબા રાજપૂતના અઘ્યક્ષસ્થાને યોજાતા હજારોની સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. આ પ્રસંગે સમારંભના મુખ્ય મહેમાનપદેથી ભાવુક મુદ્રામાં બોલતાં બલવંતસંિહ રાજપૂતે જણાવ્યું હતું કે મારું રાજકારણમાં હોવાનું કારણ મારા વતન અને મારી જન્મભુમિનું ૠણ ચુકવવાનું અને લોકોનું ભલું કરવાનું છે. નહીં..

 • સિધ્ધપુરમાં ઠાકોર, મુસ્લિમ સમાજનું પ્રભુત્વ રહેતા અહીંયા ખરાખરીનો જંગ

  ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની યોજાઈ રહેલ ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ચિત્ર ધુંધળું અને અસ્પષ્ટ બન્યું છે. ઠેરઠેર બળવો અને નારાજગી મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસમાં જોવા મળી છે. સૌથી વધુ નુકશાન કોંગ્રેસ પક્ષને થયું છે.
  છેક છેલ્લી ઘડી સુધી કઈ બેઠક માટે કોણ દાવેદાર બનશે તે ગોપનીય બાબત રહી હતી અને..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 

સીમાંકનની અસરઃ
સિદ્ધપુર મત વિસ્તારમાં ઉંઝા તાલુકાના સાત ગામ નીકળી ગયા છે. પાટણ તાલુકાના અને પ્રસ્તાવિત સરસ્વતિ તાલુકાના ૩૬ ગામને સિદ્ધપુર તાલુકામાં સમાવવામાં આવ્યા છે. વાગડોદ વિધાનસભા મત વિસ્તારના ૩૭ ગામ સિદ્ધપુરમાં જતાં જ્ઞાાતિના સમીકરણો બદલાયા છે. ટૂંકમાં સિદ્ધપુર તાલુકાના કુલ ૫૭ અને પાટણ તાલુકાના ૩૭ ગામનો સમાવેશ આ બેઠકમાં કરાયો છે. કુલ ૯૪ ગામની  આ બેઠકમાં ભાજપ તરફી પાટીદારોના ગામો નીકળી ગયા છે. નવા સીમાંકન બાદ છમાંથી ચાર બેઠક રહી છે. જૂના સીમાંકન પ્રમાણેની કુલ છ પૈકી  ભાજપના ચાર અને બે કોંગ્રેસના કબજામાં છે.જે પૈકી ચાણસ્મા ભાજપ, સમી કોંગ્રેસ, રાધનપુર-ભાજપ, સિદ્ધપુર-ભાજપ, વાગડોદ, કોંગ્રેસ, પાટણ-ભાજપના કબજામાં છે. રદ થયેલી સમી અને વાગડોદ કોંગ્રેસ પાસે હતી.
૨૦૦૯ની લોકસભાની પાટણની બેઠકમાં સિદ્ધપુર મતવિસ્તારમાંથી કોંગ્રેસ તરફી વધારે મતદાન થયું હતું. આમાં કોંગ્રેસને ૫૦.૮ ટકા અને ભાજપને ૩૬.૭ ટકા મત મળ્યાં હતાં.
 
બેઠકમાં કોનો કેવો રાજકીય પ્રભાવ
સિદ્ધપુર નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતમાં ભાજપનું વર્ચસ્વ છે. જિલ્લા પંચાયતમાં વાગડોદ વિસ્તારની બે બેઠકો ભાજપ પાસે છે.વાગડોદ તાલુકા પંચાયતની કુલ આઠ બેઠકમાંથી સાત ભાજપ અને એક કોંગ્રેસ પાસે છે. પાટણ જિલ્લા પંચાયતના કુલ છ બેઠક સિદ્ધપુર મત વિસ્તારમાં આવે છે. જેમાં ત્રણ બેઠક ભાજપ અને ત્રણ કોંગ્રેસ પાસે છે. સિદ્ધપુર એપીએમસીમાં પણ ભાજપનું પ્રભુત્વ છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

               બેઠકના મતદારો

કુલ મતદારો

૨,૦૮,૫૨૬

પુરૃષ મતદારો

૧,૦૮,૩૫૯

સ્ત્રી મતદારો

૧,૦૦,૧૬૭

કુલ મતદારો(૨૦૦૭)

૧,૫૧,૮૦૯

પુરૃષ મતદારો

૭૬,૮૩૫

સ્ત્રી મતદારો

૭૪,૯૭૪

 

          જ્ઞાતિ મુજબ વર્ગીકરણ

એસ.સી

૧૯,૫૮૯

એસ.ટી

૧૩૭૦

મુસ્લીમ

૪૨,૭૬૯

ઠાકોર

૫૫,૯૯૨

રબારી

૧૨,૭૮૨

ચૌધરી

૨,૯૬૦

કોળી

૨૦,૩૮૭

બ્રામણ

૭,૭૭૦

જૈન

૧,૦૬૯

દરબાર

૮૫૩

અન્ય

૩૦,૮૮૫

કડવા

૨૦,૩૮૭

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો