Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બીલીમોરામાં અપક્ષ મહિલા ઉમેદવારને ત્યાં રાજકીય રેડ : ૪ દારૃની બોટલનો કેસ

- વિદેશથી આવેલા સંબંધીઓ પોતાના માટે દારૃ લાવ્યા હતા

- સુધાબેન પટેલ સામે અગાઉ એકપણ દારૃનો કેસ થયેલો નથી

- તેમના પતિ ભૂતકાળમાં દારૃનો વ્યવસાય કરતા હતા

બીલીમોરા,  તા. 9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર- ૧માંથી અપક્ષ ઉમેદવારી કરનાર મહિલાના ઘરે પોલીસે બાતમી આધારે રેડ કરીને રૃ।. ૧૨૪૦ની પાંચ નંગ વિદેશી દારૃની બોટલ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતા ચકચાર મચી છે. રાજકીય દિશા- નિર્દેશ મુજબ પોલીસે રેડ પાડી હોવાની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે.

બીલીવણકર ટેકરા પર આવેલા શુભલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા અને પાલિકાના વોર્ડ નં. ૧માંથી અપક્ષ ઉમેદવારી કરનારા સુધાબેન રાજેશભાઇ પટેલ ઘરમાં વિદેશી દારૃનો જથ્થો રાખીને તેનું વેચાણ કરતી હોવાની બાતમી મળતા પોલીસે ગઇકાલે મોડી સાંજે રેડ પાડી હતી. જેમાં પોલીસને કુલ રૃ।. ૧૨૪૦ની કિંમતની ચાર નંગ બોટલ અને ૧ ટીન બીયર મળ્યું હતું. જેથી પોલીસે સુધાબેન પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ કિસ્સામાં જાણવા મળતી માહિતી મુજબ સુધાબેન દારૃ વેચાણનો ધંધો કરતા નથી. તેમના ઘરે વિદેશથી આવેલા સંબંધી પોતાના માટે દારૃ લાવ્યા હતા. જો કે, તેમના પતિ આ વ્યવસાય સાથે ભુતકાળમાં સંકળાયેલા હતા પરંતુ આરોપી મહિલા પર અગાઉ ક્યારેય દારૃનો કેસ થયેલ નથી! પરંતુ પાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા રાજકીય વિરોધીઓના નિશાન ઉપર તે આવી ગયા હતા. રાજકીય વિરોધીએ જ પોલીસને બાતમી આપી હોવાની ચર્ચાઓ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે. હજી પણ મજબુત ગણાતા અપક્ષ ઉમેદવારો સામે 'પાડી દેવાની રણનીતિ' અજમાવવામાં આવશે એવું કહેવાય છે. બીલીમોરાનાં સીનીયર પી.એસ.આઇ. એમ.એન. શેખ દ્વારા પાડવામાં આવેલી આ રેડને લોકો પણ શંકાની નજરે જોઇ રહ્યાં છે.

પોલીસ રાજકીય હાથો બની : દારૃના અડ્ડા સામે પોલીસના આંખ આડા કાન

બીલીમોરા,  તા. 9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર
બીલીમોરા- વિજલપોર નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે. અપક્ષ ઉમેદવાર જીતનો કોળીયો છીનવી ન જાય તે માટે રાજકીય વિરોધી દાવપેચો રમી રહ્યાં છે. બીજી તરફ પોલીસતંત્રનો હાથા તરીકે ઉપયોગ થઇ રહ્યો હોવાની ચર્ચા જાગી છે. બંને શહેરોમાં દેશી-વિદેશી દારૃના અડ્ડાઓ ઠેર-ઠેર ધમધમી રહ્યાં છે. તેની સામે પોલીસ આંખ આડા કાન કરી રહી છે. જ્યારે ચોક્કસ નિર્દેશ મુજબ છાપો મારીને કાર્યવાહી બતાવી રહી છે. આમ રાજકીય વિરોધીઓને પાડી દેવા માટે ખુલ્લેઆમ દાવપેચો રમાઇ રહ્યાં છે. આદર્શ આચારસંહિતાનો કડક અમલની વાતો ફક્ત કાગળ ઉપર જ જોવા મળે છે.

Post Comments