Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કડોદરાની કિશોરીને પેટમાં દુઃખોવો ઉપડયો તો ખબર પડી કે ગર્ભવતી છે

- ધો.૯ની વિદ્યાર્થીનીનું સિવિલમાં ચેકઅપ કરાવાયું

- 'મુજે કુછ પતા નહીં હૈ'ના કિશોરીના જવાબથી પોલીસની મુંઝવણ વધી

બારડોલી, શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
પલસાણા તાલુકાના કડોદરા ખાતે  ઔદ્યોગિક વિસ્તારમાં રહેતી અને ધો-૯માં અભ્યાસ કરતી ૧૪ વર્ષની કિશોરીનું પેટ મોટું થતાં પરિવાર તબીબી તપાસ માટે સુરતની નવી સીવીલ હોસ્પિટલમાં જતાં કિશોરી ૭ માસની ગર્ભવતી હોવાનું બગાર આવતા પરિવારના પગ તળેથી જમીન ખસી ગઇ હતી. પોલીસ તથા તબીબોએ બાળકીને મોડી રાત સુધી પુછપરછ બાદ અજાણ્યા શખ્સ વિરૃધ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

કડોદરા ખાતે રહેતા મૂળ ઉત્તર પ્રદેશના પરિવારની ૧૪ વર્ષની કિશોરી ધો-૯માં અભ્યાસ કરે છે. કુલ ૪ ભાઇ-બહેનમાં કિશોરી અને તેના ભાઇ બંને જણા એક જ કલાસમાં ધો-૯ માં અભ્યાસ કરે છે. ગતરોજ કિશોરીને પેટમાં દુઃખાવો થતા માતાની નજર પડતા પેટ મોટું જણાયું હતું. જેથી કિશોરીને લઇ માતા-પિતા સુરત નવી સીવીલ હોસ્પિટલમાં તપાસ કરાવવા ગયા હતા.

જ્યાં તબીબે કિશોરીનું મેડીકલ ચેકઅપ કરતા તે ૭ માસની ગર્ભવતી હોવાનું બહાર આવતા ચકચાર મચી છે. આ અંગે તબીબે કડોદરા પોલીસને જાણ કરી હતી. કડોદરા પીઆઇ પી.એ.વળવીએ સ્ટાફ સાથે નવી સીવીલમાં હોસ્પિટલ ખાતે પહોંચી જઇ કિશોરી અન ેતેના પરિવારજનોની પુછપરછ કરી હતી. પરંતુ કિશોરી 'મુજે કુછ પતા નહીં હૈ' તેવો એક જ જવાબ આપતા પોલીસની મુઝવણ વધી ગઇ છે. કિશોરી અને પરિવારની પુછતાછમાં શરીર સંબંધ બાંધનારની ઓળખ ન થતાં પોલીસે હાલ તુરંત અજાણ્યા શખ્સ વિરૃધ્ધ ૧૪ વર્ષની કિશોરી સાથે અજાણી જગ્યાએ શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શિશુના જન્મ બાદ પોલીસ ડીએનએ ટેસ્ટ કરાવશે
કિશોરીને ૭ માસનો ગર્ભ હોવાના તબીબી રીપોર્ટ બાદ પોલીસ દોડતી થઇ ગઇ છે. કિશોરી અને પરિવાર કુછ પતા નહીં નો જવાબ આપતા પોલીસે ડીએનએ ટેસ્ટની કામગીરી માટે કાર્યવાહી શરૃ કરી છે જો કે કિશોરીના ગર્ભમાં ઉછરી રહેલા બાળકને જન્મ આપ્યા બાદ ડીએનએ ટેસ્ટ કરવામાં આવશેે. ત્યાં સુધી પોલીસ માટે બાળકી સાથે શરીર સંબંધ બાંધનાર કોણ તે યક્ષ પ્રશ્ન બની રહેશે.

Post Comments