Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિંગ જોબવર્ક માટે GST દર ૫ ટકા લાગુ હોવાની સ્પષ્ટતા

-નવી દિલ્હી સ્થિત એકસાઇઝ કમિશ્નરે સ્પષ્ટતા કરતા વિવિંગ ઉદ્યોગમાં રાહતની લાગણી

(પ્રતિનિધિ દ્વારા)     સુરત,તા.27 જુલાઇ 2017, ગુરૂવાર

મેનમેઇડ ફાઇબર યાર્નના જોબવર્ક ઉપર ૫ ટકા જીએસટી લાગશે, એવો એક ખુલાસો ફીઆસ્વીની રજૂઆતને કારણે નવી દિલ્હીના એકસાઇઝ કમિશ્નરે કર્યો છે. જોબવર્ક ઉપર ૧૮ ટકા દર લાગુ પડશે, એવા ડિપાર્ટમેન્ટના સ્થાનિક અધિકારી વતી થયેલા ખુલાસા બાદ નવી સ્પષ્ટતાથી વિવિંગ ઉદ્યોગને બહુ મોટી રાહત મળી છે.

ફીઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ પૂછપરછમાં જણાવ્યું કે, વિવિંગમાં એમએમએફ ઉપર જોબવર્ક ઉપર ૧૮ ટકાનો દર લાગુ છે, એવા ખુલાસા અંગે સેન્ટ્રલ એકસાઇઝ કમિશ્નર યોગેન્દ્ર ગર્ગને રજૂઆત કરાતા તેમણે ૧૮ નહીં પણ ૫ ટકા લાગુ પડશે, એવી સ્પષ્ટતા કરી છે.

જો કે, યાર્નના ડબલીંગ, ટ્વીસ્ટીંગ, ડાઇંગ, વોર્પીંગ અને સાઇઝીંગ ઉપર જીએસટીનો દર ૧૮ ટકા જ રહે છે, એવી સ્પષ્ટતા તેઓ દ્વારા કરવામાં આવી છે. ૧૮ ટકાનો આ દર ખૂબ જ ઉંચો હોવાથી તેમાં ઘટાડો કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે. કીંતુ આ અંગેનો નિર્ણય એમ્પાવર કમિટી જ લઇ શકતી હોવાથી, રજૂઆત કરીને ધ્યાન દોરાશે.

એમએમએફ જોબવર્ક  ઉપરનો દર હવે ૫ ટકા લાગુ પડશે, એવી સ્પષ્ટતા ડિપાર્ટમેન્ટ વતી કરવામાં આવી હોવાથી સમગ્ર વિવિંગ ઉદ્યોગને મોટી રાહત મળી છે. જોબવર્ક ઉપર જ ૫ ટકાને બદલે ૧૮ ટકા લાગુ પડે છે, એવા અર્થઘટન સાથે અમલ થયો હોત તો વિવિંગ ઉદ્યોગ ચલાવવો જ મુશ્કેલ થઇ પડત. પણ સ્પષ્ટતાથી જોબવર્ક કરનારા વિવર્સને બહુ મોટી રાહત મળી છે.

Post Comments