Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્વિત્ઝર્લેન્ડે વિવાદાસ્પદ ગોલથી નોર્ધન આયર્લેન્ડને હરાવ્યું

- વર્લ્ડકપ ફૂટબોલ ક્વોલિફાયર

- ક્રોએશિયાનો ગ્રીસ સામે ૪-૧થી વિજય

બેલફાસ્ટ, તા. ૧૦ નવેમ્બર શુક્રવાર 2017

વર્લ્ડકપ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં નોર્ધન આયર્લેન્ડનો સ્વિત્ઝર્લેન્ડ સામે ૦-૧થી પરાજય થયો તે મેચમાં રેફરીએ નિશ્ચિતપણે ડ્રો તરફ જતી મેચમાં સ્વિત્ઝર્લેન્ડને પેનલ્ટી કિક આપ્યો. તેનો ભારે વિવાદ સર્જાયો હતો. નોર્ધન આયર્લેન્ડના કોચ માઇકલ ઓનીલ અને ખેલાડીઓએ મેદાન પર જે વર્તન કર્યું તેની ''ફીફા''એ ભારે ટીકા કરી છે. કોચ ઓનીલે પણ માફી માંગતા કહ્યું હતું કે અમારે અમારી લાગણી પર નિયંત્રણ રાખતા શીખવું પડશે. નોર્ધન આયર્લેન્ડનો ઘરઆંગણે પરાજય થતા તેઓના પ્રેક્ષકો પણ ભારે નિરાશ થયા હતા. સ્વિત્ઝર્લેન્ડ તરફથી રિકાર્ડો રોડ્રીગ્સે ગોલ કર્યો હતો. નોર્ધન આયર્લેન્ડને હજુ કેટલીક મેચો રમવાની છે. અન્ય એક મેચમાં ક્રોએશિયાએ વર્લ્ડકપમાં ક્વોલીફાય થવાની નજીક પહોંચતા ગ્રીસને ૪-૧થી સજ્જડ પરાજય આપ્યો હતો. ક્રોએશિયાના અને રીચલ મેડ્રીકના મિડફિલ્ડર લુકા મોડ્રિકે ૧૩મી મિનિટમાં ૧૯મી મિનીટમાં કાલિનિકે, કેપ્ટન સોક્રટિસે ૩૦મી મિનીટમાં અને ઈન્ટર મિલાનના પેરિસિકે ૩૩મી મિનીટમાં ગોલ કર્યો હતો. હવે ઈટાલી અને સ્વિડન અને આર્યલેન્ડ-ડેન્માર્ક વચ્ચે મેચ રમાશે.

Post Comments