Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફેડરર ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સમાં ચેમ્પિયન

- ફાઇનલમાં વાવરિન્કાને હરાવ્યો

- કારકિર્દીનું 90મું સિંગલ ટાઇટલ જીત્યું

ઇન્ડિયન વેલ્સ, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
ભૂતપૂર્વ ટોચના ક્રમાંકિત રોજર ફેડરરે ૨૦૧૭ના વર્ષમાં શાનદાર પ્રદર્શનનો સિલસિલો જારી રાખતાં ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સ ટાઇટલ જીતી લીધું છે. સ્વિત્ઝર્લેન્ડના ટેનિસસ્ટાર ફેડરરે ફાઇનલમાં પોતાના જ દેશના સ્ટેન વાવરિન્કાને ૬-૪, ૭-૫થી આસાનીથી પરાજય આપ્યો હતો.
 
ફેડરરની કારકિર્દીનું આ કુલ ૯૦મું એટીપી સિંગલ્સ ટાઇટલ છે. આ ઉપરાંત ફેડરર પાંચમી વખત ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સમાં ચેમ્પિયન બન્યો છે. જેની સાથે જ તેણે સૌથી વધુ પાંચ વખત ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સનું ટાઇટલ જીતવાના નોવાક યોકોવિચના રેકોર્ડની પણ બરાબરી કરી છે. અગાઉ ૨૦૦૪ થી ૨૦૦૬ અને ૨૦૧૨માં ફેડરર આ ટાઇટલ પોતાને નામે કરી ચૂક્યો છે.
 
૩૫ વર્ષીય ફેડરર આ સાથે જ સૌથી વધુ વયે એલિટ માસ્ટર્સ ટાઇટલ જીતનારો પ્લેયર પણ બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ આન્દ્રે અગાસીને નામે હતો. ૨૦૦૪માં અગાસીએ સિનસિનાટી માસ્ટર્સ ટાઇટલ જીત્યું ત્યારે તેની ઉંમર ૩૪ વર્ષ હતી.
 
ફેડરર અગાઉ આ વર્ષના પ્રારંભે ઓસ્ટ્રેલિયન ઓપન સાથે કારકિર્દીનું ૧૮મું સિંગલ્સ ગ્રાન્ડસ્લેમ જીતવામાં પણ સફળ રહ્યો હતો. વિજય બાદ ફેડરરે જણાવ્યું હતું કે 'મારા માટે વધુ એક સપ્તાહ યાદગાર બની રહ્યું છે. પુનરાગમન બાદ હું હજુ પણ રિધમ મેળવવા માટે મથી રહ્યો છું.
 
મને આશા છે કે મારું શરીર વધારે રમવામાં પૂરતો સાથ આપશે. ગત વર્ષે આ ટુર્નામેન્ટ ગુમાવવી પડી ત્યારે હું ખૂબ જ નિરાશ થયો હતો. હું સૌપ્રથમ વખત ૧૭ વર્ષ અગાઉ આ ટુર્નામેન્ટમાં રમ્યો હતો. ' ફેડરર તેની કારકિર્દીમાં કુલ ૨૫ માસ્ટર્સ ટાઇટલ જીતી ચૂક્યો છે. 
 
ફેડરરના રેન્કિંગમાં ચાર સ્થાનનો સુધારો, છઠ્ઠા ક્રમે
ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સમાં ચેમ્પિયન બનતાની સાથે જ ફેડરરના રેન્કિંગમાં ચાર સ્થાનનો સુધારો થયો છે અને તે છઠ્ઠા ક્રમે આવી ગયો છે. એટીપી સિંગલ્સ રેન્કિંગ : ૧. મરે (૧૨૦૦૫), ૨. યોકોવિચ (૮૯૧૫), ૩. વાવરિન્કા (૫૭૦૫), ૪. નિશિકોરી (૪૭૩૦), ૫. રાઓનિક (૪૪૮૦), ૬. ફેડરર (૪૩૦૫), ૭. નડાલ (૪૧૪૫), ૮. થિઅમ (૩૪૬૫),૯. સિલિક (૩૪૨૦), ૧૦. સોંગા (૩૩૧૦). 
 
સૌથી વધુ એટીપી સિંગલ્સ ટાઇટલ

પ્લેયર

ટાઇટલ

જીમી કોનોર્સ

૧૦૯

ઇવાન લેન્ડલ

૯૪

રોજર ફેડરર

૯૦

જ્હોન મેકેનરો

૭૭

રોડ લેવર

૭૪

 

Post Comments