Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિશ્વના ૭૫ ટકા મધમાં ખતરનાક પેસ્ટિસાઇડ્સ જોવા મળે છે - હસમુખ ગજજર

૬ ખંડમાંથી લેવામાં આવેલા સેમ્પલના તારણ મુજબ

એશિયા, યુરોપ, આફ્રિકા,ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા,દક્ષિણ અમેરિકા ખંડોમાં પેસ્ટિસાઇડ્સ મધમાખી જેવા ઉપયોગી જીવો માટે જોખમી પૂરવાર થયા છે

ભારતમાં પણ પેસ્ટિસાઇડ્સ ઉપરાંત મધમાં ભેળસેળ મોટી સમસ્યા છે

વિશ્વમાં મધ અને મધ પ્રોડકટનો કરોડો રુપિયાનો કારોબાર છે. વિશ્વવ્યાપી એલોપેથી દવાની આડઅસરના પ્રચાર પછી વૈકલ્પિક ચિકિત્સા પદ્વતિઓ ખાસ કરીને આયૂર્વેદમાં મધ વપરાશનું મહત્વ વધ્યું છે. હર્બલ અને સૌદર્ય પ્રોડકટમાં પણ મધનો મહિમા વધ્યો છે. બજારના નિયમ મૂજબ કોઇ પણ વસ્તુની માંગ વધે તેની સાથે ઉત્પાદન પણ વધે છે. વિશ્વમાં મધનું ઉત્પાદન અંદાજે ૧૭ લાખ મેટ્રિક ટન છે. ભારતમાં ૨૦૧૭માં મધનું ઉત્પાદન અંદાજે ૭૦ હજાર મેટ્રિક ટન છે. ભારતમાં પણ મધમાં પેસ્ટીસાઇડની હાજરી હોવાનું અનેકવાર પૂરવાર થયું છે.

મધની જેટલી જરુરીયાત વધતી જાય છે તેના પ્રમાણમાં ઉત્પાદન વધારવાની લાલચમાં થતી ભેળસેળ મોટી સમસ્યા છે. ભારતમાં ૫ લાખથી વધુ લોકો બી કિંપિગ એટલે કે મધપાલન સાથે સંકળાયેલા છે. પ્રતિ કોલોની બોકસ મધ ઉત્પાદન ૧૫.૩૨ કિલો ગ્રામ છે. સૌથી મધ પ્રતિ કોલોની ૩૫ કિલો ઉત્પાદન પંજાબનું છે.

આઇન્સ્ટાઇને કહેલું મધમાખીઓ લૂપ્ત થશે તો ચાર જ વર્ષ પછી પૃથ્વીનો પણ નાશ થશે

મધમાખીએ ૧ કિલો મધ તૈયાર કરવા માટે ૫૦ લાખ ફૂલોનો રસ ચૂસવો પડે છે. કરોડો વર્ષથી આ જીવ પૃથ્વી પર તેનું અસ્તિત્વ ધરાવે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહેલું કે જે દિવસ આ પૃથ્વી પરથી મધમાખીઓ લૂપ્ત થશે તેના ચાર જ વર્ષમાં પૃથ્વી નાશ થશે. ૧૯૪૧માં કેનેડાની એક બી જર્નલમાં આઇન્સ્ટાઇનના નામે આ વાતનો પ્રથમ વાર ઉલ્લેખ થયો હતો .

આઇન્સ્ટાઇનના આ વિધાન અંગે મતભેદો પણ જોવા મળે છે. કેટલાક એમ માને છે કે આ વાત હની બી નહી પરંતુ વાઇલ્ડ બી ના સંદર્ભમાં કહેવામાં આવી હતી. જો કે  પેસ્ટિસાઇડ્સ એક પણ બી માટે સલામત નથી એ ભૂલવા જેવું નથી.

મધ ભલે પૃથ્વી પરનું અમૃત ગણવામાં આવતું હોય પરંતુ ખેતીમાં આડેધડ વપરાતા પેસ્ટિસાઇડ્સના પગલે મધ પણ કડવું બની રહયું છે. એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા,દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સહિત ૬ ખંડોને આવરી લેતા ૧૯૮ સેમ્પલની ચકાસણીમાં સરેરાશ ૭૫ ટકા મધ ખતરનાક પેસ્ટિસાઇડ્સ ધરાવે છે.

આર્કેટિકને બાદ કરતા બધા સ્થળે ઝેરની જેમ ફેલાઇ ગયેલા નિયોનિકોટિનોઇડના અવશેષ જોવા મળ્યા હતા. આ પેસ્ટિસાઇડસનો વધુ ઉપયોગ પાકને ફૂગથી બચાવવા માટે થતા સીડ કોટિંગમાં થાય છે. જો કે માત્ર આ જ નહી મોટા ભાગના પેસ્ટિસાઇડ્સ ખેતી માટે ઉપયોગી જીવો માટે જોખમી પૂરવાર થઇ રહયા છે.

ખાસ કરીને પરાગનયન પ્રક્રિયા દરમિયાન ફૂલોનો રસ ચૂસતી મધમાખી માટે રસાયણો ધીમું ઝેર પૂરવાર થયા છે. કારણ કે તે મધમાખીઓની કોલોનીને તાત્કાલિક નહી પરંતુ અમૂક વર્ષો પછી અસર કરે છે. પેસ્ટિસાઇડ્સની અસરથી મધપૂડાની રાણી માખીના પ્રજનનદરમાં ઘટાડો થાય છે. સંશોધકોનું માનવું છે કે પ્રથમ વાર મધમાખીઓની સંખ્યા અને તેના સ્વાસ્થ્ય પર થતી અસર અંગે મોટી સફળતા મળી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં લેબબેઝ અને ફિલ્ડબેઝ સર્વે થયા છે તેમાં આ સૌથી અસરકારક અને મોટો ખૂલાસો માનવામાં આવે છે. આ સેમ્પલ સર્વેમાં અમેરિકા, હંગેરી અને જર્મનીના વૈજ્ઞાાનિકોએ ભાગ લીધો હતો. આ ગ્લોબલ રિપોર્ટને ટાંકીને સ્વિત્ઝર્લેન્ડની યૂનિવર્સિટી ઓફ ન્યૂશાટેલના ડૉ એલેકઝાન્ડ્રે એબી માને છે કે હાલમાં લોકોના જાહેર આરોગ્યને ખાસ ચિંતા કરવા જેવું નથી છતાં આ એક વોર્નિગ બેલ જરુર છે.

૧૯૦૫માં ઇજિપ્તના મમી નજીકથી  ૩ હજાર વર્ષ જુનું મધ પણ મળી આવ્યું હતું. નવાઇની વાત તો એ છે કે મધ ચાખવામાં આવતા આટલા વર્ષો પછી પણ બગડયું ન હતું. જયારે આપણે કુદરતની અણમોલ રચના જેવું મધ પણ લોભ અને લાલચને કારણે હવે સાચવી શકવાના નથી. યૂરોપ અને અમેરિકામાં માં તો અનેક દવાઓ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવે છે તેમ છતાં સ્થિતિ પેસ્ટિસાઇડ્સ બાબતે સ્થિતિ સારી નથી.

થોડાક સમય પહેલા ટોરેન્ટોની યોર્ક યૂનિવર્સિટીના એક જીવવિજ્ઞાાની અમરો જૈદે પાંચ મહિના ખેતરમાં કેમિકલ દવા કઇ રીતે ખેતરમાં ભળે છે તેનું નીરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન મૃત માખીઓ,પરાગ માખીઓ,લાર્વા અને મધમાં  પેસ્ટિસાઇડ નિકોટિકની હાજરી નાંેધી હતી.વિશ્વમાં નફાકારક ખેતી માટે રોગ અને જીવાતોને ખેતરમાંથી ખદેડવા સાયન્ટિફિક ફાર્મિગના નામે કેમિકલ્સનો ઓવરડોઝ વધતો જાય છે.

ઓર્ગેનિક ફાર્મિગની વાતો વચ્ચે પણ કેમિકલ બજાર કૂદકે ને ભૂસકે આગળ વધી રહયું છે. પર્યાવરણવિદ્દોનું માનવું છે કે  મોટા ભાગની કૃષિ દવાઓ માટી,પાણી અને વનસ્પતિના ઉત્પાદનો કે તેના અવશેષોમાં ભળે છે. આથી તે મધમાં પણ મળી આવે તે નવાઇ નથી. રાસાયણિક દવાઓ જૈવિક વિવિધતા માટે ખતરારુપ બની છે ત્યારે વિશ્વના દેશોની કેટલીક સરકારો સાંભળે છે તો કેટલીક આંખ આડા કાન કરે છે.

કેટલાક વૈજ્ઞાાનિકો અને કૃષિ તજજ્ઞાો પણ આ બાબતે દૂધ અને દહીમાં પગ રાખે છે. તેઓ ઓર્ગેનિક ફાર્મિગમાં માને છે તેની સાથે  પેસ્ટિસાઇડ્સને પણ અનિવાર્ય અનિષ્ઠ સમજે છે. આથી તેઓ મધમાખીઓ જેવા કૃષિ ઉપયોગી કિટકોની હાજરી ના હોય તેવા સમયે સાંજે કે સૂર્ય આથમે એ પછી દવાના સ્પ્રેનો છંટકાવ કરવો જોઇએ વગેરે પ્રકારના ઉપાયો બતાવે છે.

દવાના વધુ ડોઝ આપવાથી વનસ્પતિ રોગમૂકત બની જાય છે પરંતુ તેનું ઝેર ફિલ્ડમાં રહી જાય છે તેનું શું ? જગતમાં ખેતીના ૮૦ ટકા પાકો, ફળપાકો અને વનસ્પતિઓના ફલન અને વિકાસ માટે પરાગનયનની કુદરતી જવાબદારી ઉઠાવી રહેલા મધમાખી,પતંગિયા, કિટકો અને પક્ષીઓ રાસાયણિક દવાઓની ઝપટે ચડી રહયા છે.

શાકભાજી,અનાજના પાકોમાં જો માખી અને કિટકો દ્વારા કુદરતી રીતે પરાગનયન થવાની પ્રક્રિયા અટકી જાય તો તેની અસર ઉત્પાદન પર અસર થાય તેમ છે. ૨૦૦૬માં અમેરિકામાં કોલોની કોલેપ્સ ડિસઓર્ડર નામના રોગથી મધમાખીના ૭૦ ટકા મધપૂડા ખાલી થઇ ગયા હતા.

ત્યાર બાદ ફેબુઆરી ૨૦૦૭ના ન્યૂ ટાઇમ્સના લેખ મુજબ મધમાખીથી થતા પોલીનેશનથી એગ્રી પ્રોડકશનમાં ૨૦ ટકા વધારો થાય છે. અમેરિકામાં મધમાખી ૧૪ બિલિયન ડોલરનું પોલીનેશન કરીને ફળ અને બીજ ઉત્પાદનમાં ફાળો આપે છે.મતલબ કે તેની ફિલ્ડમાં તેની ગેરહાજરી હોવીએ મોટું નૂકસાન કરવા બરાબર છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments