Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એકાંતની નિરાંત માણવા ઘરમાં ડેન બનાવો

તમે  એકાંતપ્રિય છે. આમ છતાં તમને કોઈકવાર મિત્રો સાથે બેસીને  ગપ્પા હાંકવાની ઈચ્છા થાય છે, તમને તમારા ઓરડાને નોખી રીતે  સજાવવાનું મન થાય  છે, તમે ઈચ્છો છો કે તમારી પાસે એવી જગ્યા હોવી જોઈએ  જ્યાં તમે  એકદમ હળવા થઈ શકો તો તમારો એક ખાનગી ઓરડો બનાવો. અહીં તમે જે ઈચ્છો તે કરો.

આવી જગ્યા ઈનડોર પણ હોઈ શકે અને આઉટડોર પણ. આઉટડોર ડેન (ખાનગી ઓરડો કે જગ્યા) માં 

વોવન લેધર ફર્નિચર વસાવો. જ્યારે ઈનડોર ડેનમાં ફાયરપ્લેસ ઉપરાંત અન્ય સજાવટ કરો.
ડેનના ખૂણેખૂણાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય અને તે સમૃદ્ધ લાગે એ રીતે ડિઝાઈન  કરો.

ડેનની દિવાલ પર વિવિધ પ્રકારના ટેક્સચરની રચના કરી શકાય. એક દિવાલ પર ટેક્સચર તો બીજી ભીંત પર કાષ્ટની ફલી બનાવીને તેના ઉપર પુસ્તકો ગોઠવી દો. આ જગ્યા તમારી અંગત લાઈબ્રેરીની ગરજ સારશે.

ડેનમાં ફેમિલી ફોટોગ્રાફને ખાસ સ્થાન આપો. આમાં તમારા પૂર્વજોના ફોટા પણ મૂકી શકાય.  બલ્કે તેને કારણે ડેન ઉષ્માપૂર્ણ લાગશે.

એક ખૂણામાં લેધરના સોફા ગોઠવો. વળી તેની ફરસ  કાષ્ટની હશે તો તે વધુ આકર્ષક લાગશે. જ્યારે છત શ્રેષ્ઠ ફૂલ-પાનની ડિઝાઈનથી શણગારો.

સાઈડ ટેબલ પર સરસ મઝાનું લેમ્પ ગોેઠવવાથી સમગ્ર એરિયાને ગ્લેમરસ લુક મળશે. દિવાલ પર આકર્ષક પેઈન્ટિંગ પણ લગાવી શકાય. બેઠક વિસ્તારમાં ગાલીચો પાથરો.  અહીં મૂકેલા સોફા સામેનું સેંટર ટેબલ પણ  ગાલીચા પર મૂકી શકાય.ા

આ ઓરડો તમે હળવા  થવા માટે બનાવ્યો છે તેથી તેમાં આકર્ષક પડદા, સરસ મઝાની ફોટોફ્રેમ અને તમને ગમતી વસ્તુઓ એવી રીતે ગોઠવો કે ત્યાં આવતાંવેંત તમે મસ્ત મૂડમાં આવી જાઓ.

- સુરેખા


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments