Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પતિ-પત્નીમાં મતભેંદ

પ્રીતિ બેડરૃમમાંથી ગુસ્સામાં ક્રોધથી લાલ થયેલો ચહેરો લઈને પગ પછાડતી બહાર આવી અને તેની પાછળ પાછળ અવિનાશ પણ બેડરૃમમાંથી એટલી જ ઝડપી ગતિએ બહાર આવ્યા.  લાગતું  હતું કે બંનેમાં ફરીથી કોઈ વાત પર તકરાર થઈ ગઈ હતી.

હું જમ્મુથી પાછાં ફરતાં માત્ર બે દિવસ માટે દિલ્હીમાં પ્રીતિ અને અવિનાશ સાથે રોકાઈ હતી, કારણ કે અમે ત્રણેય કોલેજના સમયમાં સારા મિત્રો હતા. પ્રીતિ અને અવિનાશે કોલેજ પતાવીને તરત જ એકબીજાં સાથે લગ્ન કરી લીધાં. અવિનાશે પોતાના પિતાનો ધંધો સાચવી લીધો હતો અને પ્રીતિ ઘર સંભાળતી હતી. પ્રીતિ પેઈન્ટિંગ સારું કરતી હતી અને  પોતાના આ શોખને તેણે વ્યવસાય તરીકે અપનાવ્યો હતો. પ્રીતિ એક વર્ષમાં પોેતાનાં પેઈન્ટિંગ્સનાં ૧-૨ એક્ઝિબિશન કરીને ઘણીબધી કમાણી કરી લેતી હતી.

સહનશીલતાની મર્યાદા

પહેલાં પણ બંને આવી રીતે જ ઝઘડતા હતા, પરંતુ આ વખતે મને લાગ્યું કે બંનેનેે વાતવાતમાં મતભેદ થઈ જતો હતો.

મનોવૈજ્ઞાાનિક જ્યારે પતિ-પત્ની વચ્ચેના મતભેદને સમજવાનો પ્રયત્ન કરે છે અથવા તેમની વચ્ચેના ઝઘડાનું કારણ શોધવા નીકળે છે ત્યારે એ નથી જોતાં કે લગ્નને કેટલાં વર્ષનો સમય વીતી ગયો છે. લગ્ન થયાંને ૭,૮, કે ૧૦ ભલે ગમે તેટલાં વર્ષ થઈ ગયાં હોય પણ મતભેદના કારણો ત્યારે ફરી તાજા થાય છે, જ્યારે માણસની ભાવનાઓને દબાવવાની સહનશક્તિ ખૂટી જાય છે.
 

મોટાભાગે બધાં દંપતી પોતાની ભાવનાઓને દબાવીને એકબીજાને સહન કરવાનો દાવો કરે છે, પરંતુ જ્યારે દિલ ગુસ્સાથી ઊકળતું હોય ત્યારે એકબીજાની નાનીમોટી દરેક વાતને લઈને મતભેદ થવા લાગે છે.

પરસ્પર એકબીજાની કઈ કઈ ટેવો અને વાતો તમને અપ્રિય લાગે છે તે વિશે શાંત મને એકબીજાને જરૃર કહો. ક્યારેક પત્નીને પતિનો નકામો ખર્ચ પસંદ નથી પડતો તો પતિને પત્નીની સખીઓની ઘરમાં ભીડ થાય એ સારું નથી લાગતું. વાત એક હોય છે એને વધારે ખેંચીને સતત મહેણાંટોેણાનું સ્વરૃપ લઈ લે છે.

સમાજ સ્ત્રીને શિખવાડે છે કે તે સહન કરી લે. ક્યારેક માતાપિતા, ક્યારેક  પરિવારના બધા જ વડીલો આવી સલાહ આપે છે કે ચૂપ રહેવું, મોેં બંધ રાખવું, મનમેળ બનાવવો, આગળ જતાં સારું થશે અને આવી આશામાં ને આશામાં આખી જિંદગી પસાર થઈ જાય છે. મનોવૈજ્ઞાાનિ કોના મત અનુસાર, ''તમે એકબીજાની નજીક રહીને તો તમારી જિંદગી જીવી નથી શકતા, એટલે થોડા એકબીજાથી દૂર રહીને પણ જીવવાનું શીખો.''

તાલમેલ જરૃરી

મતભેદો સતત થતા રહેવાથી સંબંધોમા તિરાડ થવા લાગે છે. તમે અરસપસ એકબીજાને બધી રીતે તોે નથી બદલી શકતા અને તેવી આશા પણ ન રાખવી જોઈએ. પતિ-પત્નીમાં જો એક હોશિયારી અને કુશળતાપૂર્વક  જીવન જીવવા ઈચ્છતું હોય તો બીજું બેદરકાર હશે.

એક ચિંતા કરતું હશે તો બીજું આનંદમસ્ત હશે. આ વાતનું ધ્યાન રાખો કે તમે કોઈના પણ વ્યક્તિત્ત્વને ૧૮૦ ડિગ્રી પર લાવીને બદલી નથી શકવાના,  પરંતુ એટલું જરૃર કરી શકો છો કે એકબીજાનાં કાર્યોમાં અને નિર્ણયો કરવામાં રુચિ લો અને ધ્યાન આપો.

પતિપત્નીમાં મતભેદના વિષયો મોટાભાગે પૈસો, કોઈ ત્રીજી વ્યક્તિ, દોસ્ત અથવા સંબંધીઓ, કરિયર અથવા થોડી ઢંગ વગરની ટેવો અને કોઈ ખરાબ લત હોય છે. આ બધી વાતોની હકીકત લગ્ન પછી જ ખબર પડે છે. આ બધી  વાતોની ખબર પડતાં તેને સાવચેતી રાખીને  ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. મતભેદો ઉકેલ કરવાની કેટલીક મહત્ત્વની ટિપ્સ :

- મતભેદોને જીદ અથવા ઝનૂની હદ સુધી ના લઈ જાઓ. એવું ના થાય કે પત્ની કામનાં બોજા હેઠળ હોય ત્યારે પતિને કોઈ નવું કામ કરવાનું સૂઝે. જ્યારે પતિને પ્રેમ આવી જાય ત્યારે પત્નીને માથાનો દુખાવો શરૃ થઈ જાય.

- મતભેદ સમયે ક્યારેય એકબીજા પર હાથ ઉગામવાનો પ્રસંગ ના આવે એ વાતનું ધ્યાન રાખવું, નહીં તો ઘરની સુખશાંતિ હણાઈ જવામાં થોેડું જ અંતર રહી જાય છે.

પતિ-પત્નીના વિચારોમાં ભિન્નતા હોઈ શકે છે, કારણ કે કોઈ પણ બે વ્યક્તિ એકસરખી નથી હોતી પણ તે મતભેદ ઘરને ના તોડે તે વાતનું ધ્યાન રાખવું જરૃરી છે.

-જયના


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamacharPost Comments