Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સભા પરવાનગી શરતોના ભંગ મુદ્દે હાર્દિક પટેલ સહિત બે સામે ગુન્હો

- જામનગર તાલુકાના ધુતારપર ગામે

- સામાજિક અને શૈક્ષણિકને લગતી સભામાં મંજૂરી માંગ્યા બાદ રાજકીય ભાષણ કરી શરતોનો કર્યો ભંગ

જામનગર, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

જામનગર તાલુકાના ધુતારપર ગામે ગત ચોથી નવે.ના રોજ યોજાયેલી જાહેર સભામાં પરવાનગીની શરતોના ભંગ સબબ સ્થાનિક આયોજક અને પાસના ગુજરાત કન્વીનર સામે પંચ એ. ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સામાજિક - શૈક્ષણિક લગત સભાની મંજૂરી માંગ્યા બાદ રાજકીય ભાષણ કરીને સભાની પરવાનગીની શરતોનો ભંગ કર્યાનું જાહેર થયું છે.

જામનગર તાલુકાના ધુતારપર ગામે ગત તા. ૪ નવેમ્બરના રોજ જાહેર સભા યોજાઇ હતી જેમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ - ગુજરાતના કન્વીનર હાર્દિક પટેલે જનમંદનીને સંબોધન કર્યું હતું. જે દરમ્યાન જામનગર ગ્રામ્ય મામલતાદર કચેરીના સર્કલ ઓફિસર કે.બી. સંઘવીએ ગઇકાલે બપોરે પંચ કોશી એ. ડીવીઝન પોલીસ મથકમાં સામાજિક અને શૈક્ષણિક સુધારણા બાબતે સભાની મંજૂરી માંગવામાં આવી હતી જે સભામાં સામાજિક - શૈક્ષણિક સુધારણાના બદલે રાજકીય ભાષણ કરીને પરવાનગીની શરતોના ભંગ સબબ પાસ કન્વીનર હાર્દિક પટેલ અને પાસના જામનગર તાલુકા કન્વીનર અંકિતભાઇ નારણભાઇ ઘાડીયા (રે. ધુતારપર) સહિતના સામે ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે પંચ એ. ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દરમ્યાન પાટીદાર અનામત આંદોલન સમિતિ - ગુજરાતના કન્વીનર તેમજ પાસના તાલુકાના કન્વીનર સામે ફરિયાદ મામલાએ પાટીદાર સમાજમાં પણ ખળભળાટ મચી ગયાનું બહાર આવ્યું છે.

Post Comments