Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધોરાજીમાં તોફાની ટોળાએ પથ્થરમારો કરી એસ.ટી. બસ સળગાવી દીધી

-મહારાષ્ટ્રની માથાકુટના ધોરાજી સુધી પડઘા

-રાજકોટ - ઉપલેટા રૃટની એસ.ટી. બસના ડ્રાઈવરને પણ માર્યો નેશનલ હાઈ-વે પર કલાકો સુધી ટ્રાફીક જામ

ધોરાજી,તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

મહારાષ્ટ્રમાં દલિતો અને મરાઠા વચ્ચે થયેલી માથાકુટનાં પડઘા જાણે સૌરાષ્ટ્રનાં અંતરિયાળ વિસ્તાર સુધી પડયા હોય તેમ આજે રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક તોફાની ટોળાએ પથ્થરમારો કરી એસટી બસને રોકી આગ ચાંપી દેતા દોડધામ મચી ગઈ હતી.

આ ઘટનાના પગલે નેશનલ હાઈ-વે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓએ દોડી આવી એક બાજુનો રસ્તો બંધ કરાવી ટ્રાફિક કલીઅર કરાવ્યો હતો.

આ બનાવની જાણવા મળતી વિગતો એવી છે કે, જૂનાગઢ એસટી ડિવિઝનની રાજકોટ - ઉપલેટા રૃટની બસના જીજે ૧૮ ઝેડ ૧૨૬૯ આજે સાંજે ૫ વાગ્યે રાજકોટથી નીકળીને ઉપલેટા જવા રવાના થઈ હતી. અંદાજે ૮ વાગ્યાની આસપાસ ધોરાજી પહોંચી હતી.

એ સમયે બસની રાહ જોઈ રહેલું તોફાની તત્વોનું ટોળુ હાથમાં ધોકા પાઈપ અને પેટ્રોલ ડિઝલના કેરબા લઈને ધસી આવ્યું હતું. બસ ઉપર પત્થરમારો કરતા ડ્રાઈવર અતુલભાઈએ બસની ગતિ ધીમી કરી હતી. તેથી તોફાની ટોળુ નજીક આવી જઈ તોડફોડ શરૃ કરી હતી. ડ્રાઈવર અતુલભાઈ લુણાગરિયાને હાથમાં ધોકો મારી ઈજા પહોંચાડી હતી.

તેમજ બસની અંદર મુસાફરી કરેલા ૧૫ મુસાફરોને ઉતરી જવાની સુચના આપી બસને આગ ચાંપી દેતા આખી બસ ભડભડ સળગવા લાગી હતી. આ બસના મહિલા કંડકટરે આ ઘટનાથી હતપ્રભ થઈ ગયા હતાં. આગ ચંપી બાદ તોફાની ટોળુ નાસી ગયું હતું.

આ ઘટનાની જાણ થતા તુરંત જ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાની સુચનાથી અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. આગની ઘટનાને રાજકોટ - પોરબંદર નેશનલ હાઈ-વે પર ભુખી ગામ નજીક ટ્રાફિક જામ થઈ જતાં તુરત જ એકબાજુ રસ્તો બંધ કરીને બીજા રસ્તેથી ટ્રાફિક કલીઅર કરવામાં આવ્યો હતો.

મોડી રાત્રિનાં એસટી બસનાં ડ્રાઈવર અતુલભાઈએ તોફાની ટોળા સામે ધોરાજી મથકે ફરીયાદ નોંધાવી હોવાનું જૂનાગઢ એસટીના ડિવિઝનલ કન્ટ્રોલરે જણાવ્યું હતું.

આ ઘટના બાદ ધોરાજી ઉપલેટા રૃટની તમામ બસના રૃટ કેન્સલ કરી દેવામાં આવ્યા હતાં. તેમજ નજીકના ગામડામાં રહેતી બસોને પોલીસ મથકે રાત્રિ રોકાણ દરમિયાન લઈ જવાની સુચના આપવામાં આવી હતી. આ ઘટનાનાં પગલે સમગ્ર ધોરાજી વિસ્તારમાં વાતાવરણ તંગ બની રહ્યું હતું.

Keywords Storm,stoned,at,ST,Just,burned,

Post Comments