Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટ જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા જાગૃતિ વિષયક ૧૫ કાર્યક્રમો

- રનફોર વોટ, રેલી, સ્ટ્રીટ પ્લે, પપેટ શો, ફેસબૂક કોમ્પિટિશન

- ટેલિફોન - મોબાઈલનાં રીંગ ટોન, ખાસ SMS, ઝીંગલ, મતદાન સંકલ્પ, પોસ્ટર્સ - બેનર્સ, રંગોળી સ્પર્ધા સહિતનાં કરાયા આયોજન

રાજકોટ, શુક્રવાર તા. 10 નવેમ્બ 2017
વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા મતદારની જાગૃતિ વિષક ૧૫ જેટલા કાર્યક્રમો ચૂંટણી તંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવ્યા છે. આજે જિલ્લા ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડેએ સરકારી, અર્ધસરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને કાર્યક્રમોનાં આયોજનો વિષયક ચર્ચા કરી હતી.

મતદારોમાં જાગૃતિ લાવવા માટે શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં રન ફોર વોટ રેલી, ટેલિફોન, મોબાઈલમાં ખાસ રીંગ ટોન, ખાસ એસ.એમ.એસ, જીંગલ, પોસ્ટર્સ, બેનર્સ, મતદાન માટે સંકલ્પ, રંગોળી સ્પર્ધા, પપેટ શો, સ્ટ્રીટ પ્લે યોજવામાં આવશે.

આ ઉપરાંત સોશિયલ મિડિયા ફેસબુક દ્વારા કોમ્પિટિશન યોજી, જેમાં દરરોજ એક વિજેતા જાહેર કરી એવોર્ડ - પ્રમાણપત્રો આપવામાં આવશે. શહેરી વિસ્તારોમાં પેરા ગ્લાઈડીંગ દ્વારા મતદાર જાગૃતિને લગતી પત્રિકાઓ ફેંકવામાં આવશે. ટેલિફોન - લાઈટ બીલ, કચેરીનાં પત્રો, કુરિયર સર્વિસ વિ.માં ચૂંટણી પંચ દ્વારા મંજુર કરવામાં આવેલ સ્ટીકર્સ, સિક્કો લગાવાશે. ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓને ચૂંટણી પંચનાં લોગો સાથે એક્રેલિક શીટમાંથી બનાવેલા બેમી અપાશે.

મહાપાલિકા અને શહેરી વિસ્તારની હાઉસીંગ  સોસાયટીઓમાં મતદાર જાગૃતિ રથ, ઈવીએમ, વીવીપેટનાં નિદર્શન, મતદાર યાદીની શુધ્ધતા, બદલાતા સેકશન અંગે જાણકારી આપવા સંમેલનો, ૯૦-૧૦૦ વર્ષથી વધુ વયનાં મતદારો સાથે સંવાદનાં કાર્યક્રમો વિધાનસભા મતદાર વિભાગો પ્રમાણે યોજાશે.

રાજકોટ જિલ્લાની મતદાન ટકાવારી
વિધાનસભા

૨૦૦૨

૬૦.૧૯%

૨૦૦૭

 ૫૮.૦૨%

૨૦૧૨

૭૧.૦૦%


લોકસભા

૨૦૦૪

૩૨.૬૩%

૨૦૦૯

૪૪.૬૩%

૨૦૧૪

૬૪.૫૯%

 

Post Comments