Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આધાર, ઍપલ અને સેમસંગ ત્રણેય પાસે દેશના લોકોનો ડેટા

આધાર અંગે વિવાદ ઊભો કરાય છે

ઍપલ એફબીઆઈને ડેટા આપે છે તો સેમસંગ મોબાઈલ કંપનીને સાચવે છે

આધાર, ઍપલ અને સેમસંગ એ ત્રણેય લોકજીભે ચઢેલા નામ છે. આધાર પાસે લોકોની બાયોમેટ્રીક ઈન્ફોર્મેશન હોય છે, ઍપલ પાસે પણ તમામ ગ્રાહકોની માહિતી હોય છે, સેમસંગ પાસે પણ આવી માહિતી છે.

અહીં પ્રશ્ન એ છે કે દેશના નાગરિકોનો ડેટા વિદેશની મોબાઈલ કંપનીઓ પાસે હોવા છતાં આધાર કાર્ડની ટીકા થાય છે. ઍપલ તો તેનો ફોન ખરીદનારના ફીંગર પ્રિન્ટ લે છે તે તો ઠીક પણ લોકો પ્રેમથી સહકાર આપીને ફોન ચાર્જ ૫૦,૦૦૦ રૃપિયા ચૂકવે છે.

આધાર કાર્ડનો આઇડિયા સારો છે, તેનો ડેટા કોઇ ચોરી શકે છે પરંતુ ઍપલ પાસેનો ડેટા કોઇ ચોરે છે કે કોઇ બીજા ઉપયોગમાં વપરાય તે સામે કોઇ નિયંત્રણ નથી. ઍપલની ટેકનીક એવી છે કે આઈ ફોન બૅકઅપ સર્વિસમાં બધો ડેટા સચવાઇ રહે છે.

તેમ છતાં મારી કિંમત ૫૦,૦૦૦ રૃપિયા છે. કોઇનું નિયંત્રણ મારા પર નથી. ભારતના નિષ્ણાતો કહે છે કે આધાર સિક્યોર્ડ નથી; તેનો ડેટા હૅક થઇ શકે છે. જોકે ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશને (એફબીઆઇ) એકવાર ઍપલ પાસે ડેટા માગ્યો તો તેણે આપ્યો હતો. સેમસંગે એવો સંકેત આપ્યો છે કે અમે પણ વીવો અને ઝીઓમીને ડેટા આપ્યા હતા.

ભારતમાં આધાર, ઍપલ અને સેમસંગ વચ્ચે ખાલી આધાર સામે જ શંકાથી જોવાય છે. હકીકત તો એ છે કે ભારતના લોકો જ ભારત સરકારની ટીકા કર્યા કરતા હોય છે. આધાર કાર્ડ મફત છે પણ ઍપલને ૫૦,૦૦૦ ચૂકવીને આપણે આપણો પોતાનો ડેટા તેને આપીએ છીએ. આપણને આધાર હૅક થશે તેનો ડર છે પણ મોબાઈલ કંપનીઓ ડેટાનું શું કરે છે તેની ક્યારેય પરવા કરતા નથી.

દેશના લોકોના ડેટાની સ્થિતિને ગંભીરતાથી લેવી જોઇએ. આધાર કાર્ડમાં જે ડેટા હોય તે ટોચની મોબાઇલ કંપનીઓ પાસે પણ હોય એ કેવું ? આધાર કાર્ડને બેંક એકાઉન્ટ સાથે લીંક અપ કરવાનો વિવાદ પણ ચાલ્યો હતો. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી આ લીંકઅપ માટે તૈયાર નહોતા અંતે સુપ્રીમ કોર્ટે તેમની ટીકા કરવી પડી હતી.

અહીં મહત્વની વાત વ્યક્તિગત ડેટાની છે. વિદેશની મોબાઈલ કંપનીઓ ખુલ્લેઆમ કહે છે કે અમે તો એફબીઆઈ માગે તો તમામ ગ્રાહકના ડેટા આપીએ છીએ જ્યારે સેમસંગ અન્ય મોબાઈલ કંપનીને ડેટા આપે છે.

આ સ્થિતિમાં ડેટા લીક થાય; હૅક થાય કે વેચી મરાય એ ત્રણેય સ્થિતિ અંગે ભારતે વિચારવું જોઇએ..

ઈન્ટરનેટ બંધ કરવા નિયમો

સોશ્યલ નેટવર્ક પર ચાલતી અફવાઓના કારણે ઘણીવાર ઈન્ટરનેટ બંધ કરાયાના દાખલા વધ્યાં છે. સોશ્યલ નેટવર્ક પર ચલાવાતી અફવાના કારણે તોફાનો વધતા હોય છે. સત્તાવાળાઓ તરત જ તે વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરી દે છે. અફવાઓ પ્રસરતી બંધ થતાં જ તોફાનો પણ અટકી જાય છે.

ઈન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપતી ઘટનાઓ છાશવારે જોવા મળે છે. ૨૦૧૭માં ૧૫ ઓકટોબર સુધીમાં ૫૧ વાર ઈન્ટરનેટ બંધ કરવાના આદેશ અપાયા હતા.

૨૦૧૬માં આવા ૩૫ કિસ્સા હતા તો ૨૦૧૫માં ૧૮ કિસ્સા બન્યા હતા. ટૂંકમાં ૨૦૧૭માં સોશ્યલ વર્ક પર નેગેટીવ પ્રચાર કરનારા વધુ હતા. અફવા અને ઉશ્કેરાટ તેમજ ભડકાઉ સંદેશાના કારણે તોફાનો વધુ પ્રસરતા હતા. ઘણાં વિસ્તારોમાં સોશ્યલ નેટવર્ક ખલનાયકની ભૂમિકા ભજવતું હતું. આ વર્ષે ૬૦ એવી ઘટનાઓ બની કે જે સોશ્યલ નેટવર્ક પર મૂકાયેલી પાયા વિનાની વિગતોના કારણે બની હતી. કેટલાક સંદેશામાં તો તોફાનીઓનો આશય અરાજકતા ફેલાવવાનો હતો.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન અને ગૃહ મંત્રાલયે એક એવી નીતિ તૈયાર કરી છે કે કોઇપણ વિસ્તારમાં ઈન્ટરનેટ સર્વિસ બંધ કરવી હશે તો તેનો નિર્ણય ચોક્કસ કમિટી કરશે. જિલ્લા સત્તાવાળા કે રાજ્યના સત્તાવાળા ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી શકશે નહીં. કેન્દ્ર અને રાજ્યના ગૃહસચિવોની બનેલી કમિટી ઈન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લઇને તેની જાણ ટેલિકોમ કંપનીઓને કરશે.

આ માહિતી આપનાર જણાવે છે કે ક્યારેય ૨૪ કલાકથી વધુ ઈન્ટરનેટ બંધ રાખવાનોે કોઇ આદેશ નહીં અપાય. તેના માટે ફરી ઑર્ડર પાસ કરાશે.

ઈન્ટરનેટ બંધ કરવાના આદેશ માટે જિલ્લા સ્તરે રિપોર્ટ તૈયાર કરવો પડશે. ૨૪ કલાક ઈન્ટરનેટ બંધ કર્યા પછી પરિસ્થિતિની સમિક્ષા થશે અને ત્યારબાદ બીજો ઑર્ડર મળી શકશે. અત્યાર સુધી જિલ્લા સત્તા પરના મેજીસ્ટ્રેટ કે પોલીસવડા નિર્ણય લેતા હતા. સરકાર અને પ્રજા બંને માને છે કે ઈન્ટરનેટ બંધ કરવાના નિર્ણયો ફટાફટ લઇ લેવાય છે એટલે જ કમિટી ઊભી કરાઇ છે.
 

Post Comments