Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાશે

- શિકાગોની જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગો

- માર્ચમાં નવ દિવસ માટે આયંબિલની ઓળીની આરાધના શરૃ થશે : ૧લી એપ્રિલે પૂર્ણાહૂતિ

બાર્ટલેટ (શિકાગો), તા. ૨૬ ફેબ્રુઆરી 2018, સોમવાર

ચાલુ વર્ષે જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોના સંચાલકોએ ચોવીસમા તિર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની શાનદાર રીતે ઉજવણી કરવાનો નિર્ણય કરેલ છે અને તે પ્રસંગે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે જેની તડામાર તૈયારીઓ હાલમાં ચાલી રહી હોવાના ચિન્હો દ્રષ્ટિ ગોચર થઇ રહ્યા છે. આવતા માસમાં માર્ચ માસની ૨૩મી તારીખને શુક્રવારના રોજથી નવ દિવસ માટે આયંબિલની ઓળીની આરાધના શરૃ થશે અને ૧લી એપ્રિલના રોજ તેની પૂર્ણાહૂતિ થશે અને તમામ આરાધક ભાઇ બહેનો સામુહિક પારણાંઓ કરશે.

આયંબિલની ઓળી તેમજ પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક ઉજવણીના પ્રસંગની માહિતી આપતાં સોસાયટીના ટ્રસ્ટી બોર્ડના ચેરમેન અતુલ શાહ તેમજ કાર્યવાહક સમિતિના પ્રમુખ વિપુલ શાહે અમારી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે જૈન સોસાસટી ઓફ મેટ્રોપોલીટન શિકાગો તેના પચ્ચીસ વર્ષ પૂર્ણ કરતી હોવાથી આ વર્ષના જૂન માસમાં તેના સિલ્વર જ્યુબીલી વર્ષની રંગેચંગે ઉજવણી કરનાર છીએ અને તે પ્રસંગે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આગામી માર્ચ મહિનામાં અમો સર્વે તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં તેની ઉજવણી કરીશું.

આગામી માર્ચ મહીનામાં જૈન સોસાયટીના સભ્યો આયંબિલ તપની આરાધના વિપુલ પ્રમાણમાં કરશે અને તેની શરૃઆત ૨૩મી માર્ચને શુક્રવારના દિનથી થશે અને તેની પૂર્ણાહૂતિ માર્ચ માસની ૩૧મી તારીખે થશે જ્યારે બીજા દિવસે ૧લી એપ્રિલ ને રવિવારે જૈન સોસાયટીમાં આ તપ કરનારાઓના સામુહિક પારણાંઓ યોજાશે. આ દિવસે બપોરે વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે અને તેમાં કિશોરો તેમજ કિશોરીઓ અને મોટી ઉંમરના ભાઇ બહેનો વિવિધ વિષયોને સ્પર્શતા પોતાનાં ધાર્મિક મંતવ્યો રજુ કરશે અને વિજેતાઓને યોગ્ય પુરસ્કાર આપવામાં આવશે.

નવ દિવસો દરમ્યાન યોજાનાર આયંબિલની ઓળીના પવિત્ર પ્રસંગે તેની ઉજવણી માટે મુંબઇથી પંડિતવર્ય પારસભાઇ શાહ ખાસ શિકાગો પધારનાર છે અને નવ દિવસોના સમય દરમ્યાન તેઓ સવાર તેમજ રાત્રિના સમય દરમ્યાન વિવિધ પ્રકારના ધાર્મિક વિષયો પર પ્રવચનો આપશે. ઓળીના પવિત્ર પ્રસંગો દરમ્યાન વિવિધ પ્રકારના પૂંજનો ભણાવવામાં આવશે અને તેમાં વીસ સ્થાનક મહાપૂંજન તેમજ લઘુસિધ્ધચક્ર પૂંજનનો સમાવેશ થાય છે.

Post Comments