Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેન્દ્રીય કર્મચારીઓના DAમાં બે ટકાનો વધારો

- ૧.૧ કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો

- પહેલી જાન્યુઆરી ૨૦૧૮થી અમલ : સરકાર પર કુલ વાર્ષિક બોજો વધીને ૧૩૧૬૮.૪૦ કરોડ થશે

- વધારા બાદ કર્મચારીઓને મળવાપાત્ર કુલ ડીએ સાત ટકા થશે

(પી.ટી.આઈ.)    નવી દિલ્હી, તા. ૭ માર્ચ 2018, બુધવાર

કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળતા ડિએરનેસ એલાઉન્સ અને ડિયરનેસ રિલીફમાં બે ટકાનો વધારો જાહેર કર્યો છે. આ સાથે મળવાપાત્ર ડીએ વધીને સાત ટકા થશે. વધારાનો અમલ ૨૦૧૮ના જાન્યુઆરીની પહેલી તારીખથી થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ મળેલી કેન્દ્રિય કેબિનેટે કર્મચારીઓના ડીેએ અને પેન્શનરોના ડીઆરમાં પહેલી જાન્યુઆરી ૨૦૧૮થી અમલમાં આવે તે રીતે બે ટકાનો વધારો જાહેર કર્યો હતો. આ વધારાને કારણે હાલમાં મળતા  પાંચ ટકા ડીએ વધીને સાત ટકા થશે.

ડીએના દરમાં વધારો થવાથી ૪૮.૪૧ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૧.૧૭ લાખ  પેન્શનરોને ફાયદો થશે.
ડીએના દરમાં વધારાના પગલે સરકાર પર કુલ બોજોવધીને ૬૦૭૭.૭૨ કરોડ અને પેન્શનરોના ડીઆર પેટે કુલ બોજો વધીને ૭૦૯૦.૬૮ કરોડ થશે. આમ ૨૦૧૮-૧૯ના ૧૪ મહિનાના ગાળામાં સરકાર પર કુલ બોજો ૧૩૧૬૮.૪૦ કરોડ રૃપિયા થશે.

ઉલ્લેખનીય છે કે સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણોના આધારે દર છ માસે કેન્દ્રીય કર્મચારીઓના ડીએની સમીક્ષા થાય છે અને મોંઘવારીના આંક અનુસાર ડીએના દરમાં પણ વધારો થાય છે.

Post Comments