Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શું પોતાને ભગવાન માને છે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય: સુપ્રીમ કોર્ટ

- સુપ્રીમ કોર્ટે ઔદ્યોગીક એકમોમાં પેટકોકના ઉપયોગ સંબંધિત મુદ્દે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હી, તા. 09 જુલાઇ 2018, સોમવાર

સુપ્રીમ કોર્ટે ઔદ્યોગીક એકમોમાં પેટકોકના ઉપયોગ સંબંધિત મુદ્દે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, શું પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય પોતાને ભગવાન અથવા સુપર સરકાર માને છે અને વિચારે છે કે બેરોજગાર જજ તેમની દયા પર છે.

જસ્ટીસ મદન બી. લોકુર અને જસ્ટીસ દિપક ગુપ્તાની બેચે આ પ્રકાની ટીપ્પણી તેવા સમયે આપી છે જ્યારે સુપ્રીમ કોર્ટને સુચિત કરવામાં આવી કે, આ મંત્રાલયે કાલે જ પર્યાવરણ, વન અને જળવાયું પરીવર્તન મંત્રાલયને પેટકોકની આયાત પર પ્રતિબંધ લગાવવાના મુદ્દાથી સચેક કર્યા છે. આ કોક ઓદ્યોગીક ઇંધણ સ્વરૂપે ઉપયોગ થાય છે.

સુપ્રીમ કોર્ટે આ વલણ પર સખ્તી અપનાવતા પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય પર બેદરકારી માટે 25 હજાર રૂપિયાનો દંડ લગાવ્યો. કોર્ટ પ્રદુષણની સમસ્યાને લઇને 1985માં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી પર સુનવણી કરી રહી હતી.

કોર્ટે દિલ્હી સરકાર પર પણ એક લાખનો દંડ ફટકાર્યો કારણ કે, તેમણે રાજધાનીમાં તેમના માર્ગો પર વાહનવ્યવ્હાર અવરોધિત હોવાની સમસ્યાને દુર કરવા માટે કોઇ સમયબદ્ધ સ્થિતિ રિપોર્ટ રજૂ કરી નથી. બેચે જણાવ્યું કે, 10 મે ના કોર્ટના આદેશ અનુસાર દિલ્હી સરકારને 6 અઠવાડિયા સુધીમાં આ મામલે સોગંદનામું દાખલ કરવાનું હતું પરંતુ તેમણે ના તો તેવું કર્યું અને ના તો તેના તેમની તરફથી કોઇ વકિલ ઉપસ્થિતી રહ્યાં. કોર્ટે કહ્યું કે, દિલ્હી સરકાર આ આદેશો પ્રત્યે ગંભીર નથી.

Post Comments