Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હિમાચલ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક 74.45 ટકા મતદાન, 18મી ડિસેમ્બરે પરિણામ

- ભાજપ અને કોંગ્રેસના પોતાની તરફેણમાં મોટા પાયે મતદાન થયું હોવાના દાવા

- હિમાચલમાં 2012 વિધાનસભાની ચૂંટણીમાં 73.5 ટકા અને લોકસભાની ચૂંટણીમાં 64.45 ટકા મતદાન થયું હતું

સિમલા, તા. 9 નવેમ્બર, 2017, ગુરૂવાર

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સાંજે પાંચ વાગ્યા સુધી ૭૪ ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચે આ આંકડો આપ્યો ત્યારે પણ ૫૦૦ મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું હતું. ચૂંટણી પંચે કહ્યું હતું કે, મતદાન કેટલા ટકા થયું તેના આખરી આંકડો નિશ્ચિત થઈ શક્યો નથી. ટૂંક સમયમાં છેલ્લાં આંકડા જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીના પરિણામો ૧૮મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

નાયબ ચંૂંટણી કમિશનર સંદીપ સક્સેનાએ કહ્યું હતું કે, આ પહેલાં હિમાચલમાં ક્યારેય આટલા મોટા પાયે મતદાન થયું નથી. વર્ષ ૨૦૧૨માં હિમાચલ વિધાનસભાની ચૂંટણીમાં ૭૩.૫ ટકા મતદાન નોંધાયું હતું. લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં પણ હિમાચલમાં ફક્ત ૬૪.૪૫ ટકા મતદાન થયું હતું.

સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂરું થઈ ગયું છે. આ ચૂંટણી માટે સત્તાધારી ધારાસભ્યો સહિત કુલ ૩૩૭ ઉમેદવારોએ ૬૮ મત વિસ્તારોમાં ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. મતદાન માટે ૭૫૨૫ મતદાન મથકો પર કુલ ૧૧,૨૮૩ વીવીપીએટી મશીન ગોઠવવામાં આવ્યા હતા. ટેકનિકલ ખામીના કારણે કુલ ૨૯૭ વીવીપીએટી મશીન બદલવામાં પણ આવ્યા હતા.  આ ચૂંટણીમાં ભાજપ પાંચ વર્ષ પછી ફરી એકવાર સત્તા હાંસલ કરવાનું સપનું જોઈ રહ્યું છે. એવી જ રીતે, કોંગ્રેસ પણ ભાજપને કોઈ પણ સંજોગોમાં હરાવીને સત્તા જાળવી રાખવા માંગે છે.

આ બંને પક્ષોએ હિમાચલ પ્રદેશમાં પોતાની તરફેણમાં મતદાન થયું હોવાના દાવા કર્યા છે. હાલ હિમાચલ પ્રદેશની કુલ ૬૮ પૈકી કોંગ્રેસ પાસે ૩૫ અને ભાજપ પાસે ૨૮ બેઠક છે. ભાજપના પ્રવક્તા અનિલ બાલુનીએ કહ્યું હતું કે, હિમાચલ પ્રદેશના લોકોએ જનાદેશ આપી દીધો છે. મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પાંચ વર્ષના ભ્રષ્ટ શાસનનો અંત નક્કી છે. અમે ૬૦થી પણ વધારે બેઠકો પર જીતીશું.

હવે હિમાચલમાંથી પણ કોંગ્રેસનું નામોનિશાન ખતમ થઈ જશે. હિમાચલ પ્રદેશમાં ન્યાયી અને પારદર્શક ચૂંટણી માટે ચૂંટણી પંચે ૨૯ જનરલ, ૨૨ ઓબ્ઝર્વર અને ૧,૫૬૧ માઇક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરી હતી. આ ચૂંટણીમાં સુરક્ષા માટે ૧૭,૮૫૦ પોલીસ, હોમગાર્ડ જવાનો તેમજ અર્ધ લશ્કરી દળોની ૬૫ કંપની પણ તૈનાત કરાઈ હતી.

હિમાચલ પ્રદેશમાં લાહોલ-સ્પિતિ જિલ્લાના
દેશના સૌથી ઊંચા મતદાન મથક પર સૌથી વધુ ૮૯ ટકા મતદાન
૧૫૦૦૦ ફૂટની ઊંચાઇએ હાડ ગાળતી ઠંડીમાં પણ લોકો સવારે મત આપવા ઉમટી પડયા
સીમલા, તા. 9 નવેમ્બર, 2017, ગુરૂવાર
હિમાચલમાં ૧૫૦૦૦ ફૂટની ઊંચાઇએ આવેલા દેશના સૌથી ઊંચા મતદાન મથકમાં સૌથી વધુ ૮૯ ટકા મતદાન થયું હતું. હિમાચલના લાહોલ અને સ્પિતિ જિલ્લાનું મતદાન ખૂબ જ ધ્યાનાકર્ષક રહ્યું હતું. આ મતદાન મથકમાં કોબિક અને હિક્કિમના  ૧૯૪ મતદારો છે. બુથ લેવલ અધિકારીએ જણાવ્યું હતું કે આટલી ઊંચાઇએ હાડ ગાળતી ઠંડીમાં પણ લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરવા આવ્યા હતા. સવારમાં નિયત સમયે જ મતદાન શરૃ થયું હતું. ૮૪ પુરુષ અને ૮૦ મહિલાઓએ મતદાન કર્યું હતું.
આ ગામમાં રોડ કે પોસ્ટ ઓફિસ નથી. વીજળી નથી પણ સોલાર પેનલથી જરૃરિયાતો સંતોષાય છે. આરોગ્ય સેવાઓ પણ પૂરતી નથી. લોકો આરોગ્ય કેન્દ્રની માગણી કરે છે, તેમ એક મતદારે જણાવ્યું હતું.

હિમાચલમાં ૧.૪૮ કરોડ રોકડા, ૩.૨૬ લાખ લિટર દારૃ ઝડપાયો
(પીટીઆઈ)    સિમલા, તા. 9 નવેમ્બર, 2017, ગુરૂવાર

હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થઈ ત્યારથી એક્સાઇઝ વિભાગે ૩.૨૬ લાખ લિટર દારૃ અને રૃ. ૧.૪૮ કરોડ રોકડ ઝડપી હતી. ચૂંટણીમાં મતદારોને દારૃ કે રોકડ આપીને મતદાન ના કરાવવામાં આવે એ માટે ચૂંટણી પંચે બાજનજર રાખી હતી.

રાજકીય પક્ષો કે નેતાઓ દ્વારા કરાતી અયોગ્ય નીતિરીતિને કાબૂમાં રાખવા ફ્લાઇંગ સ્ક્વૉડ, પોલીસ ટીમ અને આવકવેરા વિભાગની ટીમોએ ચાંપતી નજર રાખી હતી. આ તમામ ટીમોએ સંયુક્ત રીતે કુલ રૃ. ૧,૪૮,૦૭,૬૧૫ રોકડા ઝડપ્યા હતા.પોલીસ ટીમે દારૃની હેરાફેરી પર કાબૂ રાખીને મોટી માત્રામાં ગેરકાયદે દારૃનો જથ્થો ઝડપ્યો હતો.

Post Comments