Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પીએફનો વ્યાજદર ૨૦૧૮માં ઘટીને ૮.૫ ટકા થવા સંભવ

- ઇપીએફઓની ૨૩મી નવેમ્બરે બેઠક મળશે

- ૨૦૧૬- ૧૭માં વ્યાજદર ૮.૬૫ ટકા હતો : માર્કેટમાં વ્યાજદર ઘટવાના વલણને કારણે પી.એફ.ના વ્યાજ પણ ઘટશે

નવી દિલ્હી, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

આગામી ૨૩ નવેમ્બરે જાહેર થનારા પીએફના ૨૦૧૮ માટેના વ્યાજ દર ઘટીને ૮.૫ ટકા જાહેર થાય તેવી શક્યતા છે. ૨૦૧૬- ૨૦૧૭માં પીએફના વ્યાજદર ૮.૬૫ ટકા હતા તેમ ઇપીઓફઓના એક અધિકારીએ જણાવ્યું હતું.

ઇપીએફઓના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બજારમાં વ્યાજદર ઘટી રહ્યા છે તેના કારણે ઇપીએફઓ પણ પીએફના વ્યાજદર ઘટાડવાની ફરજ પડશે. ઓગસ્ટ માસમાં પંજાબ નેશનલ બેન્ક, એચડીએફસી બેન્કે વ્યાજદરમાં ૫૦ બેઝીસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો.

૨૩મી નવેમ્બરે ઇપીએફઓની બેઠક મળશે જે વ્યાજદર ઘટાડાની ભલામણ કરશે.અધિકારીએ જણાવ્યું હતું કે, વ્યાજદરમાં ઘટાડો થવા છતાં ઇક્વિટી રોકાણની છૂટને કારણે સભ્યોને વધુ વ્યાજ મળશે. ઇપીએફઓ ૧૫ ટકા ફંડ ઇક્વિટીમાં રોકે છે જેનું વધુ વળતર ખાતેદારોને મળે છે. ઇપીએફના ૪.૫ કરોડ ખાતેદારો છે.

Post Comments