Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું બંગાળની ખાડીમાં સફળ પરિક્ષણ કર્યુ

- સેનાની ત્રણેય પાંખ કરી શકશે ઉપયોગ, જળ અને સ્થળની સેનાને કરાઈ રહી છે સજ્જ



નવી દિલ્હી, તા.21 એપ્રિલ 2017, શુક્રવાર

ભારતીય નૌસેનાએ બ્રહ્મોસ સુપસોનિક ક્રૂઝ મિસાઈલનું  સફળ પરિક્ષણ કર્યુ છે. નેવીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ હતુ કે, જેવુ વિચાર્યુ હતુ તેવુ જ પરીક્ષણ પાર પડ્યુ છે.  મિસાઈલનું પરિક્ષણ બંગાળાની ખાડીમાં કરવામાં આવ્યુ હતુ જે સંપૂર્ણ સુરક્ષિત અને સફળ રહ્યુ છે. 

બ્રહ્મોસ એરોસ્પેસ કંપનીના સ્થાપક અને મિસાઈલ વૈજ્ઞાનિક  સિવાથાનું પિલ્લાઈ બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલને 'ભારતીય સેનાનું બ્રહ્માસ્ત્ર' કહે છે. બ્રહ્મોસનું નિર્માણ કરીને 'ઈન્ડો-રશિયા બ્રહ્મોસ એરોસ્પેસ' કંપનીએ ક્રૂઝ મિસાઈલના વિકાસમાં એક સિધ્ધી હાંસિલ કરીને નવો વિક્રમ સ્થાપ્યો છે.

આ મિસાઈલનો ઉપયોગ સેનાની ત્રણેય પાંખ કરી શકશે. ભારતનાં નેવી અને ભૂમિદળ બંનેને અત્યારે આ મિસાઈલથી સજ્જ કરાઈ રહ્યાં છે.

Post Comments