Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મધ્યપ્રદેશના છિંદવાડામાં રેશન કેન્દ્ર પર કેરોસીનના વિતરણ વખતે આગ લાગતા 25 જણા ભડથું

- આગ એટલી ઝડપથી પ્રસરી કે લોકોને નાસવાનો મોકો પણ ન મળ્યો

છિંદવાડા, તા. 21 એપ્રિલ 2017, શુક્રવાર

મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં રેશન વિતરણ કરતી એક સહકારી સમિતિ કેન્દ્રમાં આગ લાગતા 25 જણાના મૃત્યુ નીપજ્યા છે. એવું જાણવા મળ્યું છે કે કેરોસિન વિતરણ કરતી વખતે આ દુર્ઘટના ઘટી હતી.

મૃતકોની સંખ્યા અંગે આધિકારિક જાણકારી મળી નથી પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સંખ્યા 25થી પણ વધારે હોઇ શકે છે. સરકારે મૃતકોના પરિજનોને ચાર લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.

જે સહકારી સમિતિ કેન્દ્રમાં આગ લાગી હતી તે હર્રઇ વિસ્તારના બારગી ગામમાં આવેલું છે. મળતી માહિતી મુજબ બારગી સહકારી સમિતિ કેન્દ્રમાં શુક્રવારે કેરોસિન અને ખાદ્યાન્નનું વિતરણ થઇ રહ્યું હતું. રેશન લેવા માટે સેંકડો ગ્રામજનો લાઇનમાં ઊભા હતાં. રૂમની અંદર આશરે ત્રણ ડઝનથી વધારે લોકો મોજૂદ હતાં. આ દરમિયાન કેરોસિનમાં આગ લાગી ગઇ. લોકોને ખ્યાલ આવે એ પહેલાં તો આગે આખા ઓરડાને ચપેટમાં લઇ લીધો હતો. આ દરમિયાન મચેલી ભાગદોડના કારણે ઓરડાની અંદર રહેલા લોકો બહાર પણ ન નીકળી શક્યાં.

Post Comments