For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોદી શાસનમાં PSUનો વિકાસ, રાહુલ ગાંધીની વાત ‘ઉલ્ટા ચોર કોટવાલને દંડે’ જેવી : નિર્મલા સીતારમણ

Updated: May 8th, 2024

મોદી શાસનમાં PSUનો વિકાસ, રાહુલ ગાંધીની વાત ‘ઉલ્ટા ચોર કોટવાલને દંડે’ જેવી : નિર્મલા સીતારમણ

Nirmala Sitharaman Rebuts Congress : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જાહેર ક્ષેત્રની કંપનીઓ (PSU) મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, જ્યારે કોંગ્રેસની યુપીએ સરકાર હતી, ત્યારે જાહેર ક્ષેત્રના ઉપક્રમોને નુકસાન વેઠવાની નોબત આવી હતી. 

મોદી સરકારમાં જાહેર ક્ષેત્રની કંપનીઓનો પુનરુત્થાન થયો : સીતારમણ

કોંગ્રેસ (Congress) અને રાહુલ ગાંધી (Rahul Gandhi)એ જાહેર ક્ષેત્રની કંપનીઓ પરેશાની વેઠી રહી હોવાના અને વર્તમાન સરકારના કારણે પરેશાન હોવાનો આક્ષેપ કર્યો હતો, જેને સીતારમણે રદીયો આપ્યો છે. સીતારમણે ટ્વિટ કરીને કહ્યું કે, ‘જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ)નો વિકાસ થઈ રહ્યો છે. અગાઉ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) જેવા ઉપક્રમોની ઉપેક્ષા કરાતી હતી, પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સરકારમાં એચએએલ જેવા ઉપક્રમોનો પુનરુત્થાન થયો છે.’

રાહુલ ગાંધીની વાત ‘ઉલ્ટા ચોર કોટવાલને દંડે’ જેવી

તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પીએસયુને ખતમ કરવામાં આવી રહી છે અને તેઓ વર્તમાન સરકારમાં પરેશાન છે, પરંતુ હકીકત એ છે કે, રાહુલ ગાંધીની વાત ‘ઉલ્ટા ચોર કોટવાલને દંડે’ જેવી છે.’ ઉલ્લેખનિય છે કે, જાહેર ક્ષેત્રના ઉપક્રમ (PSU)ની માલિકી, સંચાલન અને નિયંત્રણ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા કોઈ જાહેર સત્તાના હાથમાં હોય છે. આ પીએસયુઓ ઔદ્યોગિક કે વાણિજ્યિક હોય છે.

HAL પાસે 94000 કરોડનો મજબૂત ઓર્ડર

રાહુલ ગાંધીએ એચએએલ પર કરેલું નિવેદન દ્વેષપૂર્ણ હોવાનો આક્ષેપ કરી સીતારમણે કહ્યું કે, ‘એચએએલના માર્કેટ વેલ્યુએશનમાં ચાર વર્ષમાં 1370 ટકાનો વધારો થયો છે, જે અગાઉ 2020માં 17398 કરોડ રૂપિયા હતું અને હવે 7 મે-2024 સુધીમાં 2.5 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. એચએએલએ નાણાકીય વર્ષ 2023-24માં 29,810 કરોડ રૂપિયાથી વધુની આવક નોંધાવી છે. તેની પાસે 94000 કરોડ રૂપિયાથી વધુના મજબૂત ઓર્ડર છે.

Gujarat