Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તમામ મુખ્યમંત્રીઓ પોતાના રાજ્યોમાં કાશ્મીરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરેઃ રાજનાથ સિંહ

- કાશ્મીરીઓ પણ ભારતીય નાગરિક અને આપણા પરિવારનો હિસ્સો છે

- ગૃહમંત્રીએ દેશના લોકોને કાશ્મીરીઓને પોતાના ભાઇ સમજવા અપીલ કરી

નવી દિલ્હી, તા. 21 એપ્રિલ 2017, શુક્રવાર

ગૃહમંત્રી રાજનાથ સિંહે દેશના તમામ મુખ્યમંત્રીઓને પોતાના રાજ્યમાં રહેતા કાશ્મીરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે બુધવારે રાજસ્થાનના ચિત્તોડગઢમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ પર થયેલા કથિત હુમલા બાદ રાજનાથ સિંહે આ વાત કહી છે.

રાજનાથ સિંહે કહ્યું કે તેમને ગઇ રાતે જાણકારી મળી કે ભારતના એક બે ભાગોમાં કાશ્મીરી યુવકો સાથે લોકોએ ગેરવર્તણૂક કરી છે. રિપોર્ટ છે કે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં કાશ્મીરી વિદ્યાર્થીઓને પ્રતાડિત કરવામાં આવ્યાં છે. રાજનાથ સિંહે આ મામલે કહ્યું કે તેમણે ગૃહસચિવને દિશાનિર્દેશ જારી કરવા કહ્યું છે. સાથે સાથે તેમણે મુખ્યમંત્રીઓને એપીલ કરી છે કે તેઓ સુનિશ્ચિત કરે કે તેમના રાજ્યોમાં આવી ઘટનાઓ ન બને. કાશ્મીરીઓ પણ ભારતના જ નાગરિક છે અને રાષ્ટ્રીય સુરક્ષામાં તેમનું યોગદાન ઘણું મોટું છે.

રાજનાથ સિંહે આગળ કહ્યું કે હું તમામ યુવાનોને અપીલ કરું છું કે કાશ્મીરીઓને પોતાના ભાઇ સમજવા. તેઓ પણ ભારતીય નાગરિક છે અને આ પરિવારનો ભાગ છે. ઉલ્લેખનીય છે કે ચિત્તોડગઢની મેવાડ યુનિવર્સિટીના છ વિદ્યાર્થીઓને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ ઘટના પાછળનું કારણ જાણવા મળ્યું નથી. હુમલામાં આ વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા થઇ હતી અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Post Comments