Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લોખંડના સળિયા ભરેલી ટ્રકે પલટી મારતા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે જામ

- સવારે ધસારાના સમયે દક્ષિણ મુંબઈ તરફ જઈ રહેલાં વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડયો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સાંતાક્રુઝ બ્રિજ પર લોખંડના સળિયા લઈ જઈ રહેલું ટ્રકે આજે સવારે પાંચ વાગ્યે પલટી મારવાને લીધે અટકી પડયું હતું. દુર્ઘટનાને લીધે ટ્રાફિક જામની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. જેના લીધે અન્ય વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી આવી હતી. ક્ષમતા કરતાં વધુ વજન હોવાથી આ ટ્રકે પલટી મારી હોવાનું બનાવ નજરે જોનાર વ્યક્તિએ જણાવ્યું હતું.

પરિણામે અંધેરીથી સાંતાક્રુઝ પટ્ટામાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વાહનોની એક કિલોમીટર લાંબી લાઇન લાગી ગઈ હતી. સવારના સમયે અનેક જણ પોતાના કામથી દક્ષિણ મુંબઈ તરફ જતાં વાહન ચાલકો અટકી પડયા હતા. જેના લીધે પશ્ચિમ ઉપનગરથી દક્ષિણ મુંબઈ તરફ જતા વાહન ચાલકો માટે ત્રાસ દાયક રહ્યું હતું. કાંદિલવીથી લઈને વિલેપાર્લે સુધી ટ્રાફિક પોલીસની ટીમ ટ્રાફિક ડાઇવર્ટ કરવા કામે લાગી હતી.

મુંબઈ પોલીસે ટવિટ કરીને આ બાબતે માહિતી આપી હતી. આ દુર્ઘટના બાદ ટ્રાફિક વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમના દ્વારા ટ્રાફિક સામાન્ય કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પાંચ કલાક બાદ સાડા દસ વાગ્યે આ ટ્રકને હટાવવામાં સફળતા હાથ લાગી હતી. ત્યાં સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. આ સંદર્ભે વાકોલા ટ્રાફિક ડિવિઝનના ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર શેલકેએ જણાવ્યું હતું કે ટ્રકને હટાવવા માટે ક્રેનનો ઉપયોગ કરવો પડયો હતો. ત્યાં સુધી ટ્રાફિકને ફલાયઓવરની નીચે ડાઇવર્ટ કરાયો હતો. આ બનાવમાં કોઈને ઈજા થઈ નથી.

Post Comments