Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઇમાં બદલાના વાતાવરણને લીધે વાયરલ ફિવર, શરદી અને ખાંસીના દરદીઓમાં વધારો

મુંબઇ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

મુંબઇના શહેર અને ઉપનગર વિસ્તારમાં સવારે ઠંડી, બપોરે ગરમી અને રાત્રે ફરી ઠંડા પવનને કારણે મુંબઇગરા માંદગીમાં પટકાવા માંડયા છે. શરદી, ઉધરસ અને વાઇરલ ફિવરથી લોકો ત્રસ્ત છે. વાતાવરણમાં બદલાવની સાથે જ હવામાનમાં પ્રદૂષણ બેહદ વધી ગયું હોવાથી લોકોને શ્વસનતંત્રની તકલીફ પણ થવા માંડી છે.

શહેરની સરકારી અને મ્યુનિસિપલ હોસ્પિટલોમાં તેમજ ખાનગી દવાખાનામાં તાવ, શરદી, ઉધરસ અને શ્વસનતંત્રની તકલીફની ફરિયાદ સાથે દરદીઓ ઉભારાવા લાગ્યા છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આ વખતના શિયાળામાં દર વર્ષ કરતા વધુ દરદીઓ આવી રહ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાતાવરણમાં આવેલા બદલાવને લીધે ગળામાં દુ:ખાવો, ટોન્સિલમાં સોજો તેમજ વાઇરલ ફિવરની ફરિયાદો સાથે ઘણાં દરદીઓ આવી રહ્યાં છે.

Post Comments