Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓએનજીસીનુ હેલિકોપ્ટર સમુદ્રમાં દહાણુ નજીક તૂટી પડયું : ચારના મોત

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

જુહૂથી ઉડાન ભરેલાં ઓએનજીસીના પવનહંસ હેલિકોપ્ટર આજે સવારે દહાણુ નજીક તૂટી પડયું હોવાનું જણાઈ આવ્યું હતુ. આ હેલિકોપ્ટરમાં ઓએનજીસીના પાંચ કર્મચારી અને બે પાયલટ પ્રવાસ કરી રહ્યા હતા. આમાંથી ચાર જણનુ મૃત્યુ થયું હતુ અને અન્ય ત્રણ જણની શોધ શરૃ કરાઈ હતી. જુહૂથી ઓએનજીસીના ઓફશોર ડેવલપમેન્ટ એરિયા(ઓડીએ) તરફથી નીકળેલાં આ હેલિકોપ્ટરને સવારે એર ટ્રાફિક કન્ટ્રોલથી સંપર્ક તૂટતાં તે સમુદ્રમાં તૂટી પડયાનો ડર વ્યક્ત કરાઈ રહ્યો હતો. દરમિયાન નૌદળ અને તટરક્ષકદળ તરફથી સમુદ્રમાં બચાવકાર્ય શરૃ કરવામાં આવ્યું હતું.

ઓએનજીસીના પાંચ પાંચ અધિકારીઓને લઈને નીકળેલાં આ હેલિકોપ્ટરને જુહૂથી સવારે ૧૦.૨૦ વાગ્યા ઉડાન ભર્યું હતું. આ હેલિકોપ્ટર મુંબઈ નજીક અરબી સમુદ્રમાં ઓએનજીસીના એરપોર્ટ પર ૧૦.૫૮ વાગ્યે પહોંચવાનુ અપેક્ષિત હતુ. પરંતુ તે પહોંચ્યુ ન હોવાનું જણાઈ આવ્યું હતું. આ સંદર્ભે ઓએનજીસીએ ઇન્ડિયન કોસ્ટગાર્ડને આ બદ્દલ માહિતી આપી હતી.

મુંબઈથી સમુદ્રમાં ૩૦ નોટિકલ માઇલ્સના અંતર પર ગયા બાદ ૧૦.૩૦ વાગ્યે આ હેલિકોપ્ટરનો એર ટ્રાફિક કન્ટ્રોલનો સંપર્ક થઈ શક્યો નહોતો. પરંતુ હવે આ હેલિકોપ્ટર દહાણુ નજીક સમુદ્રમાં તૂટી પડયાનું જણાઈ આવ્યું છે. મુંબઈથી ૨૨ નોટિકલ માઇલ્સના અંતર પર હેલિકોપ્ટરના અવશેષ નૌદળને આ ઠેકાણે મળી આવ્યા છે. નેવીએ અમુક બોટ અને વિમાન ડાઇવર્ટ કરીને હેલીકોપ્ટરની શોધ શરૃ કરી હતી. આ સિવાય એર ટ્રાફિક કન્ટ્રોલનો પણ સતત હેલિકોપ્ટરથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરાયો હતો. પાંચ સ્પીડ બોટ અને એક એમએસવી તથા એક ચોપર તપાસ કરવામાં લાગ્યુ હતું.

કેન્દ્રિય પ્રધાન ધમેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે નૌદળ અને તટરક્ષક દળે પોતાનુ કામ કરી રહી હોવાથી તેમના સમન્વય માટે હું મુંબઈ તરફ આવવા માટે નીકળ્યો હતો. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામણની સાથે આ પ્રકરણમાં ચર્ચા થઈ છે. તેમણે આ બાબતે  સંપૂર્ણ સહકારની ભૂમિકા દેખાડી હોવાથી નૌકાદળ અને તટરક્ષકદળે પૂર્ણપણે સહકાર કરવાનો આદેશ આપ્યો હતો.

Post Comments