Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઈ એરપોર્ટને વિશ્વના 'બેસ્ટ' વિમાન મથકનું બિરૃદ મળ્યું

- એરપોર્ટ સર્વિસ ક્વોલિટી એવોર્ડમાં સમાવેશ

મુંબઈ,તા.૭ માર્ચ 2018, બુધવાર

મુંબઈ અને દિલ્હીના એરપોર્ટને બે ૨૦૧૭માં એરપોર્ટ સર્વિસ ક્વોલિટીનો એવોર્ડ આપવાની જાહેરાત એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલે (એસીઆઈ)એ કરી છે. ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ આપવા બદલ બન્ને એરપોર્ટ વિશ્વના સહુથી શ્રેષ્ઠ એરપોર્ટની યાદીમાં છે.

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમીટેડ (એમઆઈએએસ) અને દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમીટેડ (ડીઆઈએએલ) નિવેદન દ્વારા કહ્યું હતું કે એમને શ્રેષ્ઠ એરપોર્ટની યાદીમાં ટોચનું સ્થાન મળ્યું છે. એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશિલ લાખો પ્રવાસીઓના સર્વેક્ષણના તારણ પછી રેન્કિંગ આપે છે.

૧૭૬ દેશોમાં ૧૯૫૩ એરપોર્ટ મેમ્બરોનું એસોસિએશન કાઉન્સિલને સહયોગ આપે છે. મુંબઈ એરપોર્ટની ક્ષમતા મર્યાદિત છે એ સંજોગોમાં પણ ૨૦૧૬-૧૭માં આ એરપોર્ટના ૪૮ મિલીયન પ્રવાસીઓએ ઉપયોગ કર્યો હતો. આગામી વર્ષોમાં વાર્ષિક ૬૦ મિલિયન પ્રવાસીઓ મુંબઈ એરપોર્ટનો ઉપયોગ કરી શકે એવું આયોજન થઈ રહ્યું છે.
 

Post Comments