Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજ્યસભા માટે વંદના ચવ્હાણ અને અનિલ દેસાઇના નામાંકન દાખલ

- ભાજપ- કોંગ્રેસના ઉમેદવારોના નામોને દિલ્હીની લીલી ઝંડી નથી મળી

મુંબઈ,તા.૮ માર્ચ 2018, ગુરુવાર

૨૩ માર્ચ ૨૦૧૮ના દિવસે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી રાજ્યસભા ઉપર ચૂંટાઇ લાવવા માટે ચૂંટણી પંચ તરફથી ચૂંટણી યોજવામાં આવી છે.  મહારાષ્ટ્રમાંથી ૬ બેઠકો માટચે થતી ચૂંટણી માટે શિવસેનાના અનિલ દેસાઇ અને એનસીપીના વંદના ચવ્હાણ આ બે ઉમેદવારોના નામાંકન ચૂંટણી નિર્ણય અધિકારી વિલાસ આઠવલે પાસે દાખલ કરવામાં આવ્યા છે. હજી ભારતીય જનતા પાર્ટીના ત્રણ અને કોંગ્રેસના એક આવા ૪ ઉમેદવારોના નામોને દિલ્હીના પાર્લામેન્ટરી બોર્ડમાંથી લીલી ઝંડી આપવામાં આવી નથી.

કેન્દ્રીય મનુષ્યબળ વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરનું નામ લઇ કાલે નિશ્ચિત કરવામાં  આવ્યું પણ ભાજપના બે અને કોંગ્રેસના એક એવા ત્રણ ઉમેદવારોના નામો પ્રત્યે અનિશ્ચિતતા હોવાનું જાણવા મળે છે.
ભાજપના અજયકુમાર સંચેતી, કોંગ્રેસના રાજીવ શુકલા અને રજની પાટિલ, એનસીપીના વંદના ચવ્હાણ અને ડી.પી. ત્રિપાઠી તેમજ શિવસેનાના અનિલ દેસાઇ રાજ્યસભામાંથી રિટાયર્ડ થવાના હોવાથી ૬ બેઠકો માટે ૨૩ માર્ચના દિવસે વિધાનસભ્યોમાંથી રાજ્ય સભા ઉપર ચૂંટાઇને મોકલવા માટે ચૂંટણી થવાની છે. શિવસેનાએ અનિલ દેસાઇ અને એનસીપીએ વંદના ચવ્હાણને ફરીથી ઉમેદવારી આપી છે અને તેમણે નામાંકિત દાખલ કર્યું છે.

ભાજપના પ્રદેશ કમિટીએ પ્રકાશ જાવડેકર, ધર્મેશ પ્રધાન અને નારાયણ રાણેના નામો નિશ્ચિત કરવાનું કહેવાયું હતું પણ જાવડેકર સિવાય બીજા બેનામો પ્રત્યે હજી નિશ્ચિત ના હોવાનું જાણવા મળે છે.

Post Comments