Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુલુંડની એક સ્કૂલમાં શિક્ષકે સાપને બાળી કચરામાં ફેંકી દેતાં પ્રાણીપ્રેમીઓ ઉશ્કેરાયા

- આજે વન અધિકારી ઘટનાસ્થળની મુલાકાત લેશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

બુધવારે મુલુન્ડની એક પ્રખ્યાત સ્કૂલમાં ત્રણથી ચાર સાંપ દેખાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જોકે એ સ્કૂલના એક શિક્ષકે તેમાંના એક સાંપને બાળીને મારી નાંખ્યો હોવાની વાત વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓને જાણવા મળી હતી. આ વાતની જાણ વાલીઓને થતાંજ તેમણે પ્રાણીપ્રેમી સંસ્થા પોઝને ફોન કરી સંપૂર્ણ ઘટનાની જાણ કરી હતી.

પ્રાણીપ્રેમી સંસ્થાના કુંજુનાં જણાવ્યાનુસાર, બુધવારે બપોરે શાળા પરિસરમાં સાંપ નીકળ્યા હોવાની ઘટના બની હતી. જોકે અહીં સાંપ દેખાંતાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. પરંતુ તેમાં એક શિક્ષકે સાંપને સંપૂર્ણપણે બાળી નાંખ્યો હતો અને તેને બાદમાં કચરાના ડબ્બામાં ફેંકી દીધો હોવાની ચર્ચા ચાલું હતી. જોકે આ બાબતે અમને સતત વાલીઓ તથા પ્રાણીપ્રેમીઓના ફોન આવતાં અમે ઘટનાસ્થળે જઈ પ્રત્યક્ષ મુલાકાત લેતાં અમને કચરાના ડબ્બામાંથી સાંપનું કોચલું મળી આવ્યું હતું. તેનું બારીકાઈથી નિરીક્ષણ કરતાં આ બિન ઝેરી રેટ સ્નેક હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ ઘટના બાદ સૌનો આક્રોશ જોતાં અમે રેંજ ફોરેસ્ટ ઓફિસરને લેખિતમાં જાણ કરી હતી. જેમની ટીમ શનિવાર તા.૧૦ના રોજ ઘટનાસ્થળની મુલાકાતે આવશે.

એક વાલીના જણાવ્યાનુસાર, ગત વર્ષે પણ આ શાળામાં સાપ દેખાતાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે, આવતાં વર્ષ સુધી અમે સ્કૂલની જગ્યા બદલી નાંખીશું પરંતુ તેવું કંઈ જ થયું નથી. ઉપરાંત અહીં વનવિસ્તાર હોવાથી વારંવાર સાપ આવી શકે તેવી શક્યતાઓ છે. જેથી અમારા બાળકોનો જીવ સતત જોખમાય છે જેને કારણે અનેક વાલીઓ બાળકોને શાળામાં મોકલતાં પણ ગભરાય છે.  

જોકે કોઈ પ્રાણીને જીવતો બાળીને મારી નાંખવો એ ૧૯૭૨ના વનસંરક્ષણ કાયદાની ધારા ૯, ૩૯, ૪૦(૨), ૪૯ બી હેઠળ ગુનો ગણાતો હોઈ તે માટે આરોપીને એક થી છ વર્ષ સુધીની કેદ તેમજ પાંચ હજાર કે તેથી વધુનો દંડ પણ થઈ શકે છે. તેમજ મુલુન્ડમાં એક શિક્ષક દ્વારા આવી ઘટના બનતાં લોકોમાં ભારે ખળભળાટ મચ્યો હોવાની પણ જાણ થઈ છે.

Post Comments