Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

ભાંગ પીવાય અને પહેરાય

ભંગ કા રંગ જમાલો ચકાચક ફિર લો પાન ચબાય... રંગમાંને રંગમાં ગાતા નાચતા અને ભાંગ ટટકાવતા કૈંક રસિયાઓએ  હોળી-ધૂળેટીનો  તહેવાર રંગેચંગે ઉજવ્યો હતો. પણ કોઈ એવો સવાલ કરે કે ભાંગ ફક્ત પીવાય જ નહીં પણ પહેરાય પણ ખરી એ ખબર છે? તો આવો સવાલ સાંભળી ભાંગનો નશો ચડયો હોય એમ મગજ ચકરાવે ચડી જાય. પરંતુ હકીકત છે કે કપાસમાંથી જેમ સુતરાઉ કાપડ બને છે એમ ભાંગના અત્યંત મજબૂત રેસામાંથી કાપડ બની શકે છે.

હિમાલયના પહાડી ઈલાકામાં તો મેં સાંભળ્યું છે કે કૈંક દાયકાઓથી લોકો ભાંગના  વસ્ત્રો પહેરે છે. ભાંગના છોડના રેસામાંથી તૈયાર થયેલા  વસ્ત્રો પહેરી કાશ્મીરથી લઈને  અરૃણાચલ પ્રદેશમાં વસતા લોકો ઠંડી સામે શરીરને રક્ષણ  આપતા. સાઠના દાયકામાં કૃત્રિમ ધાગા (મેન મેડ ફાઈબર)નું પ્રચલન વધતા ભાંગ તેમ જ બીજી વનસ્પતિઓ તેમ જ  ઘાંસના રેસામાંથી ઉત્પાદિત વસ્ત્રોનું ચલણ સાવ જ ઘટી ગયું હતું.

એટલે જ થોડા વર્ષો પહેલાં સંયુક્ત રાષ્ટ્રસંઘના ખાધ અને કૃષિ સંગઠને પ્રાકૃતિક રેસા વર્ષની ઊજવણી કરી ભાંગ, ઘાંસ અને વનસ્પતિના રેસામાંથી વસ્ત્રોના  વણાટ માટેની જુદી જુદી  યોજનાઓ હાથ ધરી હતી. ભાંગનું શાસ્ત્રીય નામ છે કેનાબિસ સ્ટિવા.  આમ તો ભાંગનો ઉપયોગ કેન્વાસ અને કાગળ બનાવવા માટે સદીઓથી થતો આવ્યો  છે. ભાંગ ઉગાડવી એ અત્યારના નાર્કોટિક્સ  એક્ટ હેઠળ ગુનો છે.

પરંતુ પરતંત્ર ભારતમાં  અંગ્રેજોએ એવો આદેશ બહાર પાડયો હતો કે રેસા મેળવવા માટે ભાંગ ઊગાડી શકાય. પરકંતુ તેની ઉપર ફૂલ ઉગે એ પહેલાં છોડ કાપી લેવો જોઈએ. કારણ ફૂલમાંથી જ નશીલો પદાર્થ મળે છે. એવુ ંજાણવા મળ્યું છે કે  આ આદેશ ઉત્તરના પહાડી ક્ષેત્રમાં પુનર્જિવિત કરવામાં આવ્યો છે. એટલે અત્યાર સુધી હોળીમાં ભાંગ પીનારા જોવા  મળતા અને હવે ભાંગ પહેરનારા જોવા મળશે.

પોલીસ થાણે સૂમસામ ગ્રામજનો ખુશહાલ

પોલીસ થાણા સૂમસામ અને ગામડા ખુશહાલ એવી માની ન શકાય તેવી પણ હકીકત છે, હરિયાણા રાજ્યના  ભિવાની જિલ્લાના ૧૧ ગામડાની. નાનામોટા ટંટા-ફસાદ ગ્રામજનો  સાથે બેસી ઊકેલી નાખે છે. અથવા ગ્રામપંચાયતના ફેંસલાને શિરોમાન્ય ગણે છે, પણ પોલીસ થાણાના પગથિયા ચડવાનું ટાળે છે.

એક હિન્દી દૈનિકના અહેવાલ  મુજબ ઝાંઝડા-હસનપુર  ગામડાના લોકો છેલ્લાં૧૪ વર્ષથી પોલીસ થાણે ફરિયાદ નોંધાવવા નથી ગયા.  આવી જ રીતે માઈકુર્દ ગામમાં છેલ્લાં લગભગ  ૧૫-૧૬ વર્ષથી ગામલોકો  કોઈ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને નથી પહોંચ્યા નાના મોટા ઝઘડા  ગ્રામજનો આપસમાં જ ઉકેલી  નાખે છે.  પોલીસ થાણાના કે કોર્ટ-કચેરીના ચક્કર કાપવાનું  ટાળીને સહુ હળીમળીને રહે છે અને  પંચાયતના ફેંસલા પર વિશ્વાસ કરે છે.

બીજી તરફ દેશભરમાં નાના ગામથી માંડીને શહેરો સુધી બધે જ લૂંટફાટ, ચોરી, હત્યા, બળાત્કાર, અપહરણ કે નાણાની ઉચાપત જેવા ગણ્યા ગણાય નહીં એટલા કિસ્સા રોજેરોજ પોલીસના ચોપડે દર્જ થતા રહે છે. પણ ભિવાનીના આ ૧૧  ગામડાના લોકો 'માર ખાધો પણ ફોજદારને જોયા' એ કહેવત સાચી પાડવામાં નથી માનતા.

લડે અને લડાવે

લડે એ પડે. છતાં લોકો આપસમાં લડતા રહે છે અને પડતા રહે છે, લડાવતા રહે છે અને  ગબડાવતા રહે છે. બીજાને લડાવવામાં એક જાતનો  વિકૃત આનંદ માણવાવાળા માણસને  જ નહીં પણ કબૂતરોને, કૂકડાને કે પશુ-પ્રાણીઓને પણ લડાવતા રહે છે.

શાંતિનો સંદેશ ફેલાવવા માટે સફેદ કબૂતરોને આકાશમાં ઉડાડતા પંડિત જવાહરલાલ નહેરુની  તસવીર અમર બની ગઈ છે. કબૂતરને શાંતિદૂત માનવામાં આવે છે. પરંતુ નવાબી શહેર લખનઉમાં આજે પણ હિંસા વૃત્તિના કેટલાંય લોકો કબૂતરોને  આપસમાં લડાવે છે. પાળેલા કબૂતરોને પગે ટચુંકડા ધારદાર છરાં  બાંધવામાં આવે છે અને પછી  એકબીજા સાથે લડાવવામાં આવે છે.

આ હિંસક   રમત જોઈને  કેટલાંય લોકો આનંદ માણે છે. પણ બિચ્ચારા કબૂતરો લડી લડી લોહીલુહાણ થઈ જાય છે. આમ તો ફક્ત લખનઉમાં જ નહીં, દેશના અનેક ભાગોમાં આજે  પણ કબૂતરોને લડાવવામાં આવે છે. આ તો ભાઈ લોકશાહી છે. એક તરફ કબૂતરો લડે છે તો બીજી તરફ સત્તા કે સંપત્તિ હાંસલ કરવા કેટલાંક ક-પૂતરો લડે છે.

બોલતી કચરાપેટી

સ્વચ્છ ભારત અભિયાન શરૃ થયા પછી કચરો સાફ કરવા માટે નેતાથી માંડીને અભિનેતા સુધી સહુ પ્રસંગોપાત ઝાડુ લઈને સફાઈ કરવા નીકળી પડે છે.  આલીશાન બંગલાઓમાં, સ્ટાર હોટલોમાં અને સરકારી દફતરોમાં વેક્યુમ કિલનરોથ સફાઈ થવા માંડી છે. હમણાં એવું સાંભળ્યું છે કે કોઈ ભેજાબાજે બોલતી કચરાપેટી બનાવી છે. થોડી થોડી વારે અવાજ આવે છે કે  કચરો અહીં નાંખો... જોકે મુંબઈ કે અમદાવાદ  જેવાં મોટા શહેરોમાં જ્યાં રોજેરોજ  હજારો ટન કચરો  ક્યાં નાખવો એજ મોટી સમસ્યા છે. 

એટલે જ  કચરામાંથી પાવર ઉત્પન્ન કરવા અને કચરાનું  રિસાઈકલીંગ કરવાના નુસ્ખા અજમાવાય છે. કથળતા રાજકારણમાં સાવ  કચરા છાપ ઉમેદવારને ફરી ફરી ચૂંટાતા જોઈએ ત્યારે વિચાર આવે કે આને જ શું કહેવાય કચરાનું  રિસાઈકલીંગ? સ્વચ્છ ભારત અભિયાન  હેઠળ  કચરો સાફ થાય એ આવકાર્ય છે. પણ બેન્કોની તિજોરીઓ સાફ કરીને જાય એને કોણ રોકે છે?

કૌભાંડોનું પ્રતીક સ્કેન્ડલ પોઈન્ટ    

આ દેશમાં કૌભાંડો (સ્કેન્ડલ)ની ક્યાં કમી  છે? અમુક વગોવાયેલા રાજ્યોમાં તો આપસમાં  બાખડતા નેતાઓને જોઈ જમતા પણ બોલી ઉઠે છે  કે કરો કૌભાંડો અને પછી એકબીજાને ભાંડો.  રોજેરોજ ફૂટી નીકળતા કૌભાંડોેને જોઈને દક્ષિણમાં વિશાખાપટ્ટનમના દરિયા કિનારે  આવેલી  જગ્યાનું  બંધબેસતું  નામ યાદ આવી જાય છે. નામ છે 'સ્કેન્ડલ પોઈન્ટ' આ નામની પાછળ પણ એક કહાણી છે. દેશમાં ગોરાઓની  હકૂમત વખતે બે અંગ્રેજો એક જ સ્ત્રી પાછળ લટ્ટુ  બન્યા.

એક ફૂલ દો માલી જેવો ઘાટ થયો.  પછીૂ તો આ બંને ગોરાઓ એકબીજા સાથે બાઝી પડયા અને એકબીજાને મોતને ઘાટ ઊતારી દીધા.  જે જગ્યાએ બાઝાબાઝી થઈ અને જીવલેણ પરિણામ આવ્યું એ જગ્યાને નામ મળ્યું સ્કેન્ડલ પોઈન્ટ.આઝાદી પછી તો છાશવારે ફૂટી નીકળતા જાતજાતના કૌભાંડોને જોઈને વિચાર  આવે કે આમાં કઈ કઈ જગ્યાને 'સ્કેન્ડલ પોઈન્ટ'નું  નામ આપીએ?

પંચ-વાણી

આંગળીએ ગુરુના નંગ બદલવાને બદલે આંગણિયે જો 'નંગ' જેવા ગુરુ ભટકાય તો એને બદલો.
 

Post Comments