Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આપણા કપડાં બ્રાન્ડેડ હોવાની સાથે સ્ટાઇલિશ પણ હોવા જોઇએ

- બ્રાન્ડેડ કપડા પહેરતા ધ્યાન રાખો કે જે તમે પહેરી રહ્યા છો તેમાં તમે સ્ટાઇલિશ દેખાવા જોઇએ

- જાણો, ફેશનેબલ લુક માટે કઇ વાતનું ધ્યાન રાખશો?

અમદાવાદ, તા. 10 નવેમ્બર 2017, શુક્રવાર
 
ફેશનને ધ્યાનમાં રાખીને પહેરવામાં આવતો પોશાક ઘણો આકર્ષક હોવાની સાથે આરામદાયક હોય તે વાતનું ધ્યાન લોકો રાખતા જ હોય છે, પરંતુ આ આરામના ચક્કરમાં તમે એવી ભૂલ કરી બેસો છો કે તે તમારા માટે શર્મિંદગીનું કારણ બની જાય છે. એવામાં જરૂરી નથી કે ફેશનેબલ લુક માટે તમે નવા અને બ્રાન્ડેડ કપડા જ કેરી કરો. તે વાતનું અવશ્ય ધ્યાન રાખો કે તમે જે કંઇ પણ પહેરી રહ્યા છો તેમાં સ્ટાઇલિશ દેખાવા જોઇએ. 
 
- જો તમે ફુલ સ્લીવ્સ શર્ટ કેરી કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે સ્લીવ્સ વધારે લાંબી ન હોય. વધારે લાંબી સ્લીવ્સ કાંડા પર બંગડી જેવો લુક આપે છે. 
 
- જો તમે શર્ટને બહાર રાખવા ઇચ્છો છો તો શોર્ટ શર્ટ પહેરો. લૉન્ગ શર્ટને બહાર રાખવાથી તમારી હાઇટ ઓછી દેખાશે અને તમારી ઉંમર પણ તેમાં વધારે લાગશે. 
 
- નવા શર્ટ કેરી કરતી વખતે ધ્યાન રાખો કે જે શર્ટ તમે ખરીદી રહ્યા છો, તે માત્ર શોલ્ડર્સ જ નહીં મિડસેક્શનથી પણ વ્યવસ્થિત રીતે ફીટ હોય. 
 
- શર્ટ પસંદ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે ખૂબ જ નાનું શર્ટ ન પસંદ કરો. કારણ કે આવા શર્ટ તમે ઇન કરી શકશો નહીં અને આ શર્ટ તમને કૈઝ્યુઅલ લુક જ આપશે. આ શર્ટને તમે ફૉર્મલ લુક માટે પહેરી શકો નહીં. 

Post Comments